પ્રજાપતિ યુવા સંગઠન રાધનપુર દ્વારા ચકલી ઘર તથા પાણીના કુંડાનુ વિતરણ કરાયું..
મનુષ્યને એમ થાય કે ભલા ચકલાના તે કાંય દિવસ ઉજવવાના હોય ? ચકલીમાં તે એવું વળી નવું શું છે ? બાલ્યાવસ્થામાં સૌથી પહેલાં જોયેલું,આંગણે ઓળખેલું એકદમ જાણીતું પંખી એટલે ચકલી.બાળક સામજણું બરાબર બોલવાનું પણ ન આવડે અને એ બાળકને પૂછીએ કે ચકી કેમ બોલે ? તો તરત કહેશે-ચીં…..ચીં..ચી…ચકલાં,
નહીં કરે તો ચકલીઓ ખૂબ ઝડપ થી હમેશાને માટે લુપ્ત થઈ જશે ત્યારે આ ચકલીઓને બચાવવા માટે અને તેમની સંખ્યામાં વધારો થાય તે માટે નવાબી નગરી રાધનપુરમાં અવિરત સેવાકીય કાર્ય કરતી સંસ્થા એટલે પ્રજાપતિ યુવા સંગઠન આ સંગઠનના પ્રમુખ ભરતભાઈ એલ. પ્રજાપતિ- કમાલપુર,મંત્રી અલ્પેશભાઈ બી. પ્રજાપતિ-ઝેકડા,પીનાકીનભાઈ પ્રજાપતિ,વસુભાઈ પ્રજાપતિ, પ્રકાશભાઈ
પ્રજાપતિ,કલ્પેશભાઈ પ્રજાપતિ,ભરતભાઈ પ્રજાપતિ, અશોકભાઈ પ્રજાપતિ સહિતની ટીમ દ્વારા દર વર્ષે ચકલી ઘર પાણીના કુંડા સહિતનું ફ્રીમાં વિતરણ કરે છે.જેમાં આજરોજ તા.૦૨/૦૬/૨૦૨૪ ને રવિવારના રોજ સવારે રાધનપુર નગરમાં ખરીદી અર્થે આવનાર તાલુકાની પ્રજાને ફ્રીમાં વિતરણ કરવામાં આવ્યું હતું.આવું ભગીરથ કાર્ય જોઈ રાધનપુર તાલુકાની પ્રજા અભિનંદનની વર્ષા વર્ષાવી રહી હતી.
નટવર.કે.પ્રજાપતિ,થરા