BHARUCHGUJARATJHAGADIYA

રાજપારડી સ્થિત ડી.પી. શાહ વિદ્યામંદિર ખાતે તારીખ ૨૫ ને રવિવાર ના રોજ “મફત કેન્સર નિદાન કેમ્પ” યોજાશે.

રાજપારડી સ્થિત ડી.પી. શાહ વિદ્યામંદિર ખાતે તારીખ ૨૫ ને રવિવાર ના રોજ “મફત કેન્સર નિદાન કેમ્પ” યોજાશે.

 

 

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી સ્થિત ડી.પી. શાહ વિદ્યામંદિર ખાતે દોશી ચંચળબેન શંકરલાલ અને શંકરલાલ રણછોડદાસ ટ્રસ્ટ ઉમલ્લા આયોજીત “મફત કેન્સર નિદાન કેમ્પ તારીખ ૨૫/૦૮/૨૦૨૪ને રવિવારના રોજ સવારે ૧૦:૦૦ થી સાંજે ૪:૦૦ કલાક સુઘી ભરત કેન્સર હોસ્પીટલ,સુરતનાં સૌજન્યથી યોજાશે જેમાં અનુભવી ડૉકટર્સ ની ટીમ દ્વારા નિદાન કરી તપાસી યોગ્ય દવા તથા સલાહ સુચન આપવામાં આવશે. આ કેમ્પ નો લાભ જરૂરત મંદ દર્દીઓને લેવા અનુરોધ કરવામાં આવે છે કેન્સરનાં ભયજનક લક્ષણો સતત બેસી ગયેલો અવાજ,તલ કે મસાનાં કદમાં અસામાન્ય ફેરફાર,શરીરનાં કોઇ પણ ભાગમાં ગાંઠ,લાંબા સમયથી ન રૂંઝાતુ ચાંદુ,લાંબા સમયની ખાંસીનાં પ્રકારમાં આવતો ફેરફાર,સ્તન અથવા નીપલનાં આકારમાં ફેરફાર થવો,ખોરાક-પાણી ગળવામાં પડતી તકલીફ,યોનીમાંથી પડતું દુર્ગંધવાળુપ્રવાહી ,ઝાડા-પેશાબની હાજમાં અસામાન્ય ફેરફાર, શરીરનાં કોઇ પણ ભાગમાંથી અસામાન્ય પણે પડતું લોહી. જેવા લક્ષણો જણાતા દર્દી એ ચેક કરાવી લેવા આપીલ કરવામાં આવી છે .દર્દીઓએ પોતાનું નામ આ મોબાઈલ નં. ૯૮૨૫૦૩૦૪૬૩ ને નોઘાવા વિનંતી. સરકાર દ્વારા માન્ય આયુષ્માન કાર્ડ માટે માન્યતા પ્રાપ્ત હોસ્પીટલ. આ કેમ્પમાં મેડીકલ ઓન્કોલોજીસ્ટ, ઓન્કોસર્જન દ્વારા નિઃશુલ્ક કન્સલટેશન અને ચેક-અપ કરવામાં આવશે.

 

ઈરફાન ખત્રી

રાજપારડી

Back to top button
error: Content is protected !!