વઢવાણના મુળચંદમા પાણીના પ્રશ્ન મામલે મહીલાઓએ થાળી વેલણ વગાડી ઉગ્ર વિરોધ નોંધાવ્યો
30 દિવસથી પીવાનું પાણી ન આવતું હોવાનો મહિલાઓએ લગાવ્યો આરોપ

તા.19/08/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
30 દિવસથી પીવાનું પાણી ન આવતું હોવાનો મહિલાઓએ લગાવ્યો આરોપ
સુરેન્દ્રનગરની મહાનગર પાલિકા બનાવવામાં આવી ત્યારે સુરેન્દ્રનગર શહેરની આજુબાજુમાં આવેલા પાંચ જેટલા ગામોને મહાનગર પાલિકા વિસ્તારમાં ભેળવી નાખવામાં આવ્યા હતાં જેમાં મૂળચંદ ગામનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો પરંતુ જ્યારથી મહાનગર પાલિકામાં મૂળચંદ ગામ પડ્યું છે ત્યારથી ત્યાં સમસ્યાઓ સૌથી વધારે રહેતી હોય તે પ્રકારના બનાવો સામે આવી રહ્યા છે સુરેન્દ્રનગરના મૂળચંદ ગામે છેલ્લા 30 દિવસથી પીવાનું પાણી તંત્ર દ્વારા વિતરણ કરવામાં ન આવ્યા હોવાનો મહિલાઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે ત્યારે મહિલાઓ દ્વારા ગામમાં એકત્રિત થઈ અને થાળી વેલણ વગાડી મહાનગર પાલિકા સામે વિરોધ નોંધાવવામાં આવ્યો છે પીવાનું પાણી એ સ્થાનિક લોકો માટે પ્રાથમિક જરૂરિયાત હોય છે ત્યારે મહાનગર પાલિકામાં ભળેલા ગામોમાં પીવાનું પાણી વિતરણ કરવામાં પણ તંત્ર નિષ્ફળ નિવડી રહ્યું છે ત્યારે આ ગામમાં કુલ 4,000 થી વધુ લોકોની વસ્તી આવેલી છે ત્યારે પહેલા એક મહિનાથી પાણી વિતરણ કરવામાં ન આવ્યા હોવાનો ગંભીર આક્ષેપ લગાડી અને મહિલાઓ રણચંડી બની છે હાલના તબક્કામાં આ વિસ્તારની મહિલાઓ ગામમાં આવેલા તળાવમાંથી પીવાનું પાણી ભરી રહી છે જેમાંથી ઢોર સહિતના અન્ય પશુઓ પણ એવા માટે પાણી ઉપયોગ કરી રહ્યા છે એટલે મૂળચંદ ગામના લોકો પણ તળાવનું પાણી પીવે છે અને પશુ પણ તળાવનું પાણી પીવે છે પરિણામે કોલેરા જેવા રોગો પણ ગામમાં નોંધાઈ રહ્યા છે મહાનગરપાલિકા ભળી ત્યારબાદ મૂળચંદ ગામમાં પ્રાથમિક સુવિધા ના કામો પણ નથી થતા પહેલા સરપંચને રજૂઆત કરતા હતા ત્યારે કામો થઈ જતા હવે મહાનગરપાલિકાના અધિકારીઓ સાંભળવા તૈયાર ન હોવાનું પણ ગ્રામજનો દ્વારા જણાવવામાં આવ્યું છે પીવાના પાણીની સમસ્યા તાત્કાલિક હલ કરવાની માંગણી કરવામાં આવી છે પીવાના પાણીની સમસ્યા હાલ નહીં થાય તો મહાનગર પાલિકા ખાતે ઉગ્ર વિરોધ અને આચાર્ય જનક કાર્યક્રમ આપવાની ચીમકી પણ મહિલાઓ દ્વારા ઉચ્ચારવામાં આવી છે હાલના તબક્કામાં છેલ્લા 30 દિવસથી પીવાનું પાણી ન મળતા હોવાના આક્ષેપ સાથે મહિલાઓ દ્વારા જણાવવામાં આવ્યું છે કે પીવાના પાણીના ટેન્કર લેવાના રૂપિયા નથી એટલે મજબૂરીથી તળાવનું પાણી પીવું પડી રહ્યું છે તંત્ર વિચારે અને તાત્કાલિક પીવાનું પાણી પૂરું પાડે તે પ્રકારની માંગ કરવામાં આવી છે.





