
હાલમાં જ યુ.પી.એસ.સી. ની પરીક્ષા પાસ કરી આઈ.એ.એસ. અધિકારી બનેલ માન.એશ્વર્યા દુબે જી (આઈ.એ.એસ.) કે જેઓ ટ્રેનિંગ માટે હાલ કેશોદ નગરપાલિકા ચીફ ઓફિસર તરીકે પોતાની ફરજ બજાવી રહ્યા છે અને કેશોદ નગરપાલિકા ના ઓફિસ સુપ્રીટેન્ડન્ટ માન. શ્રી વિઠલાણી સાહેબ દ્વારા લક્ષ્યવેધ ગ્રુપ સંચાલિત નિઃશુલ્ક તાલીમ વર્ગની મુલાકાત લેવામાં આવી હતી તેમજ નિઃશુલ્ક તાલીમ વર્ગના સંચાલક વિકાસ બળવાને ભેટ આપી આવા કાર્યો કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા તેમજ સન્માન કરવામાં આવેલ તેમજ તાલીમાર્થી વિદ્યાર્થી ભાઈઓ બહેનો ને સ્પર્ધાત્મક પરીક્ષાને લગતી મૂંઝવણ ઉકેલવા તેમજ પરીક્ષા દરમિયાન ઉપસ્થિત થતા પ્રશ્નોનું વિદ્યાર્થીઓ વાર્તાલાપ કરી યોગ્ય માર્ગદશન સચોટ માર્ગદર્શન આપ્યું તેમજ સ્મસ્યા તેમજ નિવારણ લાવવા ટેક્નિક પ્રદાન કરવામાં આવી. આ તકે, સિદ્ધાર્થ હાઈસ્કૂલ ના ભૂતપૂર્વ આચાર્ય દિલીપભાઈ મકવાણા, નિવૃત શિક્ષક કે ડી ચુડાસમા સાહેબ, વિપુલભાઈ ચુડાસમા, ભીમજીભાઈ ચુડાસમા, સુભાષભાઈ વાળા,ખાણીયા સાહેબ, મિલિન્દકુમાર, ચિરાગભાઈ ખાણીયા, વગેરે ઉપસ્થિત રહ્યા હતા
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ





