
તા.૨૬.૦૬.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ નજીક અમદાવાદ ઇન્દોર હાઇવે કાળી તળાઈ ગામ નજીક ગેસ ભરેલ ટેન્કર લીકેજથી દોડધામ ફાયર વિભાગની ટિમ કામે લાગી
આજરોજ તા.૨૬.૦૬.૨૦૨૫ ના ગુરુવાર ૦૩:૦૦ કલાકએ મળતી માહિતી અનુસાર વાત કરીયેતો અમદાવાદ તરફથી ટેન્કરમાં ગેસ ભરી મધ્ય પ્રદેશના જાબુઆ જતા વેળા દાહોદ નજીક અમદાવાદ ઇન્દોર હાઇવે કાળી તળાઈ ગામ નજીક ગેસ ભરેલ ટેન્કરનું ટાયર પંચર થતા ટેન્કર હાઇવે નજીક ઉભૂ રાખતા તે દરમિયાન ટેન્કર ચાલકને ટેન્કર માંથી ગેસ લિકેચ થતું હોવાની જાણ થતા ટેન્કર ચાલકએ સાવચેતીના ભાગરુપે દાહોદ પોલિસનું સંપક્ર કરતા પોલિસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને હાઇવે પાઇલોટિંગ ટીમ દાહોદ નગરપાલિકા ફાયર વિભાગને જાણ કરતા ફાયર વિભાગની ટિમ પણ તાત્કાલિક ઘટના ની જાણ થતાજ ઘટના સ્થળે પહોંચી કામગીરી હાથ ધરી હતી




