ખેડબ્રહ્માની કોસંબી નદી પર આવેલ ખેડવા ડેમનો એક ગેટ ખોલવામાં આવ્યો…




સાબરકાંઠા…
ખેડબ્રહ્માની કોસંબી નદી પર આવેલ ખેડવા ડેમનો એક ગેટ ખોલવામાં આવ્યો…
સાબરકાંઠા જિલ્લા સહિત ઉપરવાસમાં અવિરત વરસાદને પગલે ખેડબ્રહ્મા ની કોસંબી નદી ઉપર આવેલા ખેડવા ડેમમાં પાણીની આવકમાં વધારો નોંધાયો છે. ખેડવા ડેમના કુલ 5 જેટલા ગેટ આવેલા છે. ખેડવા ડેમ ઓથોરિટીના કશ્યપ પટેલે ટેલીફોનિક માહિતી આપતા જણાવ્યું હતું કે ખેડવા ડેમની કુલ સપાટી 259.70 મીટરે પહોચી છે. તેની સામે ડેમની જળસપાટી 257.45 મીટર પર પહોંચી છે. જેણે પગલે ખેડવા ડેમમાંથી 240 ક્યુસેક પાણી ની આવક સામે 240 ક્યુસેક પાણી નદીમા છોડાઈ રહ્યું છે. ઉપરવાસમાં થયેલા વરસાદને પગલે ખેડવા ડેમમા પાણી ની આવકમાં વધારો નોંધાતા હાલમાં ખેડવા ડેમ ઓથોરિટી દ્વારા ડેમનો એક ગેટ 0.07 સુધી ખોલી ડેમમાંથી 240 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જો આગામી સમયમાં વધુ વરસાદ ખાબકે તો ડેમમા પાણી ની આવક થશે તો વધુ ગેટ ખોલી ખેડવા ડેમના પાણી થી માતાજી કંપાનું તળાવ, સિતોલનું તળાવ, ગોતિયાનું તળાવ સહિતના તળાવો ભરવામાં આવશે. હાલના સમયે ડેમમાથી પાણી છોડાતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે…
જયંતિ પરમાર સાબરકાંઠા




