ANANDANAND CITY / TALUKOGUJARAT

CVM ચેરમેન ભીખુભાઈ 75માં જન્મદિવસ નિમિત્તે શુભેચ્છકો દ્વારા ઉદાર હાથે ₹35 કરોડનું માતબર દાન અર્પણ કરવામાં આવ્યું

CVM ચેરમેન ભીખુભાઈ 75માં જન્મદિવસ નિમિત્તે શુભેચ્છકો દ્વારા ઉદાર હાથે ₹35 કરોડનું માતબર દાન અર્પણ કરવામાં આવ્યુ

તાહિર મેમણ – આણંદ વલ્લભ વિદ્યાનગર શિક્ષણ નગરી વલ્લભ વિદ્યાનગરના વિકાસમાં જેનું અમૂલ્ય યોગદાન છે, તેવા ચારૂતર વિદ્યામંડળ (CVM) અને સી.વી.એમ. યુનિવર્સિટીના આદરણીય ચેરમેન ભીખુભાઈ બી. પટેલ તેમના જીવનના 75 વર્ષ પૂર્ણ કરી રહ્યા છે. આ વિશેષ અવસરને વધાવવા માટે ચારુતર વિદ્યામંડળના ઉપપ્રમુખ મનીષભાઈ પટેલ, માનદ સહમંત્રી મેહુલભાઈ પટેલ, શ્રી વિશાલભાઈ પટેલ તથા એસ. જી. પટેલ અને સી.વી.એમ. યુનિવર્સિટીના પ્રોવોસ્ટ પ્રોફેસર (ડો.) ઇન્દ્રજીત પટેલ, રજિસ્ટ્રાર પ્રોફેસર (ડો.) સંદીપ વાલિયા તથા સીવીએમ યુનિવર્સિટી પરિવાર દ્વારા 29 ડિસેમ્બર 2025, સોમવારના રોજ સાંજે 6:00 વાગ્યાથી, સીવીએમ શાસ્ત્રી મેદાન વલ્લભ વિદ્યાનગર ખાતે એક ભવ્ય ‘પ્લેટિનમ જ્યુબિલી’ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.

 

શિક્ષણ ક્ષેત્રે ભીખુભાઈની દીર્ઘદ્રષ્ટિનું પરિણામ: 75માં જન્મવર્ષે દાતાઓના સાથથી રચાયો નવો કીર્તિમાન – મળ્યું 35 કરોડનું માતબર દાન ચારુતર વિદ્યામંડળ (CVM) ના અધ્યક્ષ ભીખુભાઈ બી. પટેલના 75માં જન્મવર્ષની યાદગાર ઉજવણી નિમિત્તે સ્થાપિત કરવામાં આવેલા ભીખુભાઈ બી. પટેલ પ્લેટિનમ જ્યુબિલિ સેલિબ્રેશન એન્ડોવમેન્ટ ફંડ’ માં દાતાઓ અને શુભેચ્છકો દ્વારા ઉદાર હાથે ₹35 કરોડનું માતબર દાન અર્પણ કરવામાં આવ્યું છે. માનદ સહમંત્રી

મેહુલભાઈ પટેલે ભીખુભાઈના 75માં વર્ષની ઉજવણી નિમિત્તે વિવિધ વ્યક્તિઓ સંસ્થાઓ તથા ઔદ્યોગિક એકમો દ્વારા મળેલ 35 કરોડના દાતાઓની યાદી જાહેર કરતાં જણાવ્યું હતું કે, “ભીખુભાઈના શિક્ષણ ક્ષેત્રે રહેલા અમૂલ્ય પ્રદાન અને તેમની દીર્ઘદ્રષ્ટિને સન્માનવા માટે વિવિધ વ્યક્તિઓ, નામાંકિત સંસ્થાઓ તથા અગ્રણી ઔદ્યોગિક એકમો આગળ આવ્યા છે. આ ફંડનો મુખ્ય ઉદ્દેશ્ય આગામી સમયમાં શૈક્ષણિક ગુણવત્તામાં વધારો કરવો અને વિદ્યાર્થીઓને આધુનિક સુવિધાઓ પૂરી પાડવાનો છે.”

આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે અબુ ધાબી (UAE) સ્થિત BAPS હિન્દુ મંદિરના મુખ્ય સંત પરમ પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામી ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં દેશના અગ્રણી ઉદ્યોગપતિઓ અને મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિ રહી હતી, જેમાં શ્રી પ્રયાસવિન પટેલ (ચેરમેન અને એમ.ડી., એલિકોન એન્જિનિયરિંગ), સુરેન્દ્રભાઈ પટેલ (પ્રેસિડેન્ટ, ચારુસેટ – ચાંગા અને પૂર્વ સાંસદ), રાજકીયપક્ષના હોદ્દેદારો સાંસદ મિતેશભાઈ પટેલ, પ્રદેશ ધારાસભ્ય,પંકજ પટેલ, યોગેશભાઈ પટેલ, આ સમારોહમાં અબુ ધાબી (UAE) સ્થિત BAPS હિન્દુ મંદિરના મુખ્ય સંત પરમ પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામી મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહી આશીર્વચન પાઠવતા જણાવ્યું હતું કે ભીખુભાઈ પટેલની વિશિષ્ટ કાર્ય પદ્ધતિ તથા ખૂબ જ ટૂંક સમયમાં હાંસલ કરી છે અને હજી પણ તેઓને ખૂબ કર્યો કરવાના છે. ડો. એપીજે અબ્દુલ કલામ, ચાર્લી ચૅપ્લિન અને પ્રમુખસ્વામી મહારાજના જીવન પ્રસંગોનો ઉલ્લેખ કરી સમાજમાં સેવા કાર્ય કેવી રીતે સંતુલિત કરી, ક્ષુદ્રઢ વિકાસ તથા સાતત્યપૂર્ણ વિકાસ થઈ શકે તે બાબત પર પ્રકાશ પાડ્યો હતો અને શ્રી ભીખુભાઈ પટેલસાહેબની કાર્યશૈલી સાથે સરખાવ્યો હતો. આ ઉપરાંત પ્રમુખ સ્વામીના આશીર્વાદ હંમેશા આ ચારોત્તરની ભૂમિ ઉપર રહ્યા છે તથા ભીખુભાઈ પટેલ માટે હવે નવા કાર્યોની શરૂઆત કરવાના દિવસો શરૂ થયા છે તેમ જણાવી, તેઓ વધુને વધુ શૈક્ષણિક કાર્યોની સાથે સામાજિક કાર્ય પણ સતત કરતા રહે તેવા સુભાષિશ પાઠવ્યા હતા.

આ ગૌરવશાળી પ્રસંગમાં સીવીએમ યુનિવર્સિટી અને ચારુતર વિદ્યા મંડળના હોદ્દેદારોભીખુભાઈ પટેલના સ્નેહીજનો પરિવારજનો તથા શુભેચ્છકો 3 હજાર ઉપરાંત ઉપસ્થિત રહ્યા હતા.

 

 

 

 

Back to top button
error: Content is protected !!