BANASKANTHAGUJARAT
કાંકરેજ તાલુકાના વાલપુરા ખાતે પ્રા. શાળામાં બાળકોને તિથિ ભોજન આપવામા આવ્યું..
કાંકરેજ તાલુકાના વાલપુરાના અને ડીસા ખાતે રહેતા અમરતભાઈ પ્રજાપતિ દ્વારા તેઓના પિતા સ્વ. સોમાભાઈ કાળાભાઈ પ્રજાપતિની ૧૪ મી વાર્ષિક પુણ્યતિથિ તથા પૌત્રી ક્યારાબેનના પ્રથમ જન્મ દિવસ નિમિત્તે

કાંકરેજ તાલુકાના વાલપુરા ખાતે પ્રા. શાળામાં બાળકોને તિથિ ભોજન આપવામા આવ્યું..
કાંકરેજ તાલુકાના વાલપુરાના અને ડીસા ખાતે રહેતા અમરતભાઈ પ્રજાપતિ દ્વારા તેઓના પિતા સ્વ. સોમાભાઈ કાળાભાઈ પ્રજાપતિની ૧૪ મી વાર્ષિક પુણ્યતિથિ તથા પૌત્રી ક્યારાબેનના પ્રથમ જન્મ દિવસ નિમિત્તે વાલપુરા પ્રા.શાળામા આચાર્ય રાજુભાઈ રામાનંદી, શિક્ષક પેથાભાઈ દેસાઈ, ભગવાનભાઈ પટેલ,નિકુલભાઈ જોષીની ઉપસ્થિતમા બાળકોને દૂધપાક,પુરી-શાક,ગરમા ગરમ ભજીયાનું સ્વાદિષ્ટ ભોજન તા.૦૧/૦૮/૨૦૨૫ ને શુક્રવારના રોજ સવારે આપવામાં આવ્યું હતું.ત્યારે મુળજીભાઈ પ્રજાપતિ ડીસા,દેવચંદભાઈ, શૈલેષભાઈ, સુનિલભાઈ,દીપકભાઈ, જીગરભાઈ સહીત વાલપુરા પ્રજાપતિ સમાજ મેહરીયા પરિવાર હાજર રહેલ.શાળા પરિવારે અમરતભાઈ પ્રજાપતિ સહીત તમામ મેહરીયા પરિવાર નો આભાર માન્યો હતો.
નટવર કે. પ્રજાપતિ, થરા
મો. 99795 21530





