
માણાવદર તાલુકા વિસ્તારમાં સૌથી વધારે ખ્યાતિ પ્રાપ્ત કરી આદર્શ ગૌશાળા તરીકે છેક વિદેશની ધરતી સુધી નામના મેળવનાર અનસુયા ગૌધામ ફંડ – ફાળો કે કોઈની પાસેથી દાન – ધર્માદા કે ઘાસચારાની ભીખ માગ્યા વિના શેઠ પરિવાર પોતાની કમાણીથી ચલાવી રહ્યા છે આને કારણે જ તે વિશ્વવિખ્યાત થઈ છે.આ ગૌશાળામાં લગભગ 350 થી વધારે ગીર ગાયોનું સંવર્ધન- ઉછેર ચાલી રહ્યું છે ને આદર્શ ગૌશાળામાં પ્રતિપાદિત થઈ છે પ્રાકૃતિક સુંદર અને સ્વચ્છ વાતાવરણને કારણે પ્રત્યેક ગાય વાછરડા વગેરે તંદુરસ્ત છે તેમને 36 જાતની જડીબુટ્ટી યુક્ત આહાર અપાતો હોવાથી તેના ઘી- દૂધ સાત્વિક અને આરોગ્ય માટે કલ્યાણકારી છે.આ ગૌશાળામાં આજરોજ એક કૌતુક સર્જાયું છે જે ક્યારેય બન્યું નથી AG 119 નંબરની એક ગીર ગાય એક સાથે બે બચ્ચાને જન્મ આપી કૌતુક સર્જાયું છે. સામાન્ય રીતે પ્રાણીઓ એક સાથે બે બચ્ચાને જન્મ આપતા નથી આવું ભાગ્ય જ બને છે પણ અહીં બન્યું છે ગાયે બે બચ્ચાને જન્મ આપતા ગૌધામના પ્રણેતા હિતેનભાઈ શેઠે ખુશી વ્યક્ત કરી મીઠાઈની લાહણી કરી રાજીપો વ્યક્ત કર્યો છે. બંને બચાવો વાછરડી તથા વાછરડો તથા ગાય તંદુરસ્ત છે વેટરનરી તબીબોએ પ્રસુતા ગાયનું ચેકપ કરી તેને તંદુરસ્ત જાહેર કરતા શ્રીમતી મેઘનાબેન શેઠ, વિજયભાઈ શેઠ, હરેશભાઈ શેઠ અને હિતેનભાઈ શેઠે કુદરતની આ કળાને વંદન કરી ગાયને તંદુરસ્તી માટે પ્રાર્થના કરી છે.
બાયલાયન :- અનિરૂધ્ધસિંહ બાબરીયા – કેશોદ





