ARAVALLIGUJARATMODASA

મોડાસા : ભારત દેશના રાજ્યોના પહેરવેશની નવરાત્રીમાં ઝાંખી,25 થી 65 વર્ષની મહિલાઓ ની અનોખી વેશભૂષા – વિવિધતામાં એકતાના દર્શન

અરવલ્લી

અહેવાલ : હિતેન્દ્ર પટેલ

મોડાસા : ભારત દેશના રાજ્યોના પહેરવેશની નવરાત્રીમાં ઝાંખી,25 થી 65 વર્ષની મહિલાઓ ની અનોખી વેશભૂષા – વિવિધતામાં એકતાના દર્શન

નવરાત્રીનો તહેવાર અવનવી રીતે અલગ અલગ જગ્યાએ ઉજવવામાં આવી રહ્યો ગામડાઓ થી લઈ ને શહેરી વિસ્તારમાં લોકો ગરબે ઘૂમી માં ની આરાધના કરે છે સાથે વિવિધ ઝાંખીઓ પણ જોવા મળે છે. મોડાસા શહેરમાં નવરાત્રી પર્વ ધામધૂમ થી ઉજવાઈ રહ્યો છે ખેલૈયાઓ પણ મન મૂકી ગરબે ઘૂમી રહ્યા છે.

મોડાસા શહેરમાં આવેલ કચ્છ કડવા પાટીદાર પ્રગતિ મંડળ આયોજિત નવરાત્રી નું ભવ્ય આયોજન કરવામાં આવી રહ્યો છે જેની અંદર સૌ કોઈ નાના મોટા ગરબે ઘૂમી રહ્યા છે. મોડાસા કચ્છ કડવા પાટીદાર પ્રગતિ મંડળ દ્વારા દરરોજ અલગ અલગ રીતે મા ની આરાધના કરવામાં આવી છે. અને નવરાત્રી પર્વની ઉજવણી થઈ રહી છે

કચ્છ કડવા પાટીદાર પ્રગતિ મંડળ દ્વારા અલગ અલગ ઝાંખીઓ દ્વારા અલગ અલગ દિવસે કંઈક અલગ જ અંદાજમાં તેમજ સમાજ અને સમગ્ર ભારત દેશને સંદેશો પહોંચે તે મુજબની અલગ અલગ થીમ અનુસાર ગરબાનું આયોજન થઈ રહ્યું છે. કચ્છ કડવા પાટીદાર પ્રગતિ મંડળ ની અંદર પાંચમા નોરતે 25 થી 65 વર્ષ સુધીની મહિલાઓએ એકતાના દર્શન કરાવ્યા હતા. જેની અંદર ભારત દેશના વિવિધ રાજ્યોનું પહેરવેશ ની ઝાંખી રજૂ કરી હતી જેમાં વિવિધતામાં એકતાના દર્શન જોવા મળ્યા હતા. ભારત દેશના રાજ્યોના પહેરવેશ ની વાત કરવામાં આવી તો પંજાબ,ઝારખંડ,આસામ,રાજસ્થાન, ગુજરાત,હરિયાણા તેલંગણા, સહિત અલગ અલગ રાજ્યનો અલગ અલગ પોશાક સજ્જ કરી મહિલાઓએ ગરબે ઘૂમ્યા હતા જે સમગ્ર ભારત દેશની એકતાના દર્શન કરાવ્યા હતા. ખાસ કરીને 25 વર્ષથી 65 વર્ષ સુધીની મહિલાઓએ આ પહેરવેશની અંદર ભાગ લઈ એક અલગ અંદાજમાં જ નવરાત્રીની ઉજવણી કરી હતી જે સંદેશો પહોંચાડે છે કે ભારત દેશમાં વિવિધ રાજ્યોનો જે અલગ અલગ પોશાક છે તેમાં આજે પણ વિવિધતાના એકતાના દર્શન જોવા મળી રહ્યા છે આ રીતે કચ્છ કડવા પાટીદાર પ્રગતિ મંડળ દ્વારા પાંચમા નોરતે મહિલાઓ દ્વારા વિવિધ રાજ્યનો પોશાક પહેરી વેશભૂષા ધારણ કરી ગરબાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું

Back to top button
error: Content is protected !!