GUJARAT

સંઘર્ષ,સમજણ અને સાતત્યનો સુભગ સમન્વય

લગ્નજીવનની ૫૩મી વર્ષગાંઠ પ્રસંગે ઉચ્ચતમ મુલ્યો સભર અવિરત સેવાકાર્યો અને જનજાગૃતિ માટેની અનેરી સંકલ્પબદ્ધતા

ઓશવાળ એજ્યુકેશન ટ્રસ્ટના ચેરમનેન જયંતિભાઇ હરીયા અને કંચનબેનનુ અગણિત પરીવારો માટે પથદર્શક દાંમ્પત્ય જીવન

જામનગર :::::::::: (ભરત ભોગાયતા)

જામનગરના પ્રતિષ્ઠીત ઓશવાળ એજ્યુકેશન ટ્રસ્ટના સ્થાપક ચેરમેન,દાતા અને હાલના ચેરમેન શ્રી જયંતિભાઇના લગ્નજીવનની તાજેતરમાં ૫૩મી વર્ષગાંઠની ઉજવણી વખતે આ દંપતિ લોકોમાં આરોગ્ય અને શિક્ષણ પ્રત્યે અવિરત જાગૃતિ લાવી વધુ ને વધુ સુદ્રઢ સમાજ નિર્માણ કરવા સંકલ્પબદ્ધ થયુ હતુ. મહત્વપુર્ણ છે કે આ દંપતીએ ઉચ્ચતમ મુલ્યો સાથેની જીવનસંગાથ યાત્રા દ્વારા અનેક પરીવારોને પ્રેરણા આપી છે

શ્રી જયંતીભાઈ હરિયા (સ્થાપક દાતા, સ્થાપક ચેરમેન અને ચેરમેન, ઓશવાળ એજ્યુકેશન ટ્રસ્ટ) અને જીવનના તમામ ક્ષેત્રોમાં તેમના સાચા ભાગીદાર, શ્રીમતિ કંચનબેન હરિયા, (ઓશવાલ એજ્યુકેશન ટ્રસ્ટના પ્રથમ મહિલા અને આજીવન ટ્રસ્ટી)ના ૨૬ ડિસેમ્બર ૧૯૭૨ ના રોજ લગ્ન થયા હતા તેઓએ દેશ વિદેશમાં ભ્રમણ કર્યુ છે અને દાંમ્પત્યજીવની મહતા પણ સ્થાપીત કરી છે કેમકે દાંમ્પત્યજીવન એટલા માટે શ્રેષ્ઠ છે કે તે દરેક આશ્રમ માટે આશ્રયસ્થાન છે. ત્રણ સંતાનો ત્રણ પૌત્રો સાથે કહે છે ને કે મુડી કરતા વ્યાજ વહાલુ તે પણ માણે છે સાથે સાથે બિઝનેશ ઉપરાંત જનસેવાનો વ્યાપ પણ વધારતા રહેતા આ દંપતિએ આદર્શ જીવનને સાર્થક કર્યુ છે.

સંસ્કૃતિ તેમજ પરંપરાને જાળવવાની સાથે સાથે વિજ્ઞાન અને ટેકનોલોજીને પણ એટલુંજ મહત્વ આપીને સહકારભર્યા પ્રગતિશીલ જીવનનો રાહ ચીંધતા આ દંપતિએ લગ્નજીવનની ૫૩મી વર્ષગાંઠ ઉજવણી પ્રસંગે આરોગ્ય અને શિક્ષણ માટે સમાજમાં વધુ ને વધુ જાગૃતિ આવે તે માટે વિશેષરૂપે કાર્યરત રહેવાનો ઉમદા અને દ્રઢતાપુર્વકનો સંકલ્પ વ્યક્ત કરી ઓ.ઇ.ટી.ની પ્રતિષ્ઠા ને બુલંદી આપવા અવિરત આદર્શ પ્રસ્થાપિત કરવા જરૂરી તમામ નિર્ણયોની ચોક્સાઇ પુર્વકના પાલનની ખાસ મહેચ્છા પણ વ્યક્ત કરી છે. જેથી શિક્ષણ મેળવતા બાળકો,યુવાઓ અને તેઓના વાલીઓ સૌ વિશેષ ગૌરવ લઇ શકે અને અભ્યાસ પુર્ણ કર્યા બાદ ઉમદા મુલ્યો સાથે યુવાનો જીવનના સોપાનો સર કરવાનો આત્મવિશ્ર્વાસ કેળવી શકે તે માટેના જરૂરી અમલીકરણની દિશામાં સઘન અને સતત અપડેશન કરતા રહેવાનો દ્રઢ પુનરોચ્ચાર પણ આ તકે વ્યક્ત કર્યો હતો.

હાલારના વતની શ્રી જયંતિભાઇ હરિયાએ જામનગરમાં ઓશવાળ એજ્યુકેશન ટ્રસ્ટની સ્થાપના કરી આ ટ્રસ્ટના નેજા હેઠળ હરિયા સ્કુલ, હાઇસ્કુલ,કોલેજ વગેરેના નિર્માણ કરીને દાયકાઓથી શિક્ષણ માટે વિવિધ અભ્યાસક્રમો સાથેની સુવિધાઓ પુરી પાડી છે અને જામનગરનાવતેમજ સમગ્ર હાલાર પંથક અને નજીકના જીલ્લાઓના અગણીત વિદ્યાર્થીઓ આ સંસ્થાઓમાં શિક્ષણ મેળવીને જીવનમાં અવિરત પ્રગતિ કરી રહ્યા છે ત્યારે શિક્ષણધામોના નિર્માણ કરનારા જયંતિભાઇ હરીયાએ લગ્નજીવનની ત્રેપનમી વર્ષગાંઠે ખૂબજ વિનમ્રભાવે જણાવ્યુ છે કે અમારા આ સેવા પ્રકલ્પો રાષ્ટ્ર નિર્માણના મહત્વપુર્ણ કેન્દ્રો બની રહે તે માટે અમો હજુય સઘન સેવારત રહી સુવિધાઓના વ્યાપ વધારવા કટીબદ્ધ છીએ.

જ્યારે ઓ.ઇ.ટી.ના ચેરમેન શ્રી જયંતિભાઇ હરીયાના સુપુત્રી અને ઓ.ઇ.ટી.ના ટ્રસ્ટી સુશ્રી જીજ્ઞાબેનએ જણાવ્યુ હતુ શ્રીજયંતિભાઇ અને શ્રીમતિ કંચનબેન સંઘર્ષ,સમજણ અને સાતત્યના ગુણોના સુભગ સમન્વય સાથે એવી રીતે જીવનયાત્રા આગળ ધપાવી છે કે પારીવારીક જવાબદારીઓ અને ઉમદા વ્યવસાય વ્યવસ્થા સાથે વિવિધ આયામોથી પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે સેવાના ક્ષેત્રને વણી લઇ નિરંતર આત્મસંતોષની અનુભૂતિ કરી રહ્યા હોઇ અનેક પરીવારના પ્રેરણાસ્રોત બની રહ્યા છે , એ પરીવારો તેમજ સ્નેહીઓ,સ્વજનો સહિત ખૂબ મોટા પ્રમાણમાં સૌએ શ્રીજયંતિભાઇ હરીયા અને શ્રીમતિ કંચનબેનને ઉમળકાભેર ત્રેપન મી લગ્નજીવન વર્ષગાંઠની શુભકામનાઓ પાઠવી અને નિરામય જીવન માટે પણ શુભેચ્છાઓ પાઠવી હતી.

મહત્વપુર્ણ છે કે જામનગરમાં ઓશવાળ એજ્યુકેશન ટ્રસ્ટની સ્થાપના અને તે નેજા હેઠળ હરીયા સ્કૂલ સહિતની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓના શુભારંભ ફાઉન્ડર ચેરમેન અને દાતા તેમજ હાલના ચેરમેન શ્રી જયંતિભાઇ હરીયાએ એક એવા વિઝન સાથે કરાવ્યા હતા કે સંસ્થાઓ મુલ્યનિષ્ઠ નિતિઓ સાથે અને ઉમદા રીતે કાર્યરત રહેશે અને સંસ્થા ઉતરોતર પ્રગતિ કરતી રહેશે અને સમગ્ર પંથકમાં જ્ઞાનયજ્ઞ હંમેશા પ્રજ્વલીત રાખશે,આજે પણ ચેરમેન શ્રીજયંતિભાઇ હરીયા એ જ ઉચ્ચ મુલ્યો સાથે અડગ રહી ઓશવાળ એજ્યુકેશન ટ્રસ્ટ જે વિદ્યાનું વટવૃક્ષ બન્યુ છે તેનું આજે એ જ અડગતાથી સિંચન મુલ્યસભર રીતે કરી રહ્યા છે અને પારદર્શીતા પ્રસ્થાપીત થાય તે માટે જરૂરી અમલવારી પણ ભારપુર્વક કરાવી રહ્યા છે જે માત્ર એક ટ્રસ્ટ જ નહી પરંતુ સમગ્ર પંથક માટે પ્રેરક અને ગૌરવપ્રદ બાબત છે

___________________________________

રીગાર્ડઝ

ભરત જી.ભોગાયતા

B.sc.,L.L.B.,d.n.y.(GAU)
journalism (hindi)
પર્સોનલ મેનેજમેન્ટ (ડો.રાજેન્દ્રપ્રસાદ યુનિ.)

પત્રકાર (ગવર્મેન્ટ એક્રેડેટ)

જામનગર

8758659878

bhogayatabharat@gmail.com

 

 

Back to top button
error: Content is protected !!