
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
મહંત શ્રી બાલકદાસજીના પુસ્તકનું વિમોચન સાથે જન્મદિવસની ભવ્ય ઉજવણી
અરવલ્લી જિલ્લાના ડુગરવાડા સ્થિત કબીર કુટિર અને બાદરપુરા ગુરુગાદીના મહંત શ્રી બાલકદાસજી દ્વારા લિખિત માનવીય સંવેદનાઓને સ્પર્શતું હિન્દી પુસ્તક “દિયે બુઝ રહ્યા હૈ” ના લોકાર્પણ પ્રસંગે ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે પૂર્વ મંત્રીશ્રીઓ ઈશ્વરભાઈ મકવાણા, પ્રદીપભાઈ પરમાર, દેવરાજધામના મહંત શ્રી ધનેશ્વરગીરી મહારાજ તેમજ અનેક સમાજના શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહ્યા હતા
કાર્યક્રમમાં મહંતશ્રીના શુભેચ્છકો નિલેશભાઈ જોષી, ચંદ્રકાંત પટેલ, જયદતસિંહ પુવાર, દિનેશ સોનેરી, બ્રિજેશભાઈ ચંદ્રરાવ, અમિતભાઈ કવિ, અશ્વિન રાઠોડ, પ્રવિણ સોનેરી, સંજય ભાવસાર, નવનીતલાલ પરીખ સહિત અનેક આગેવાનો તથા લાયન્સ ક્લબ, જાયન્ટ્સ ક્લબ, શબ્દ સેતુ, જેસીસ મિલ્ક કમિટી જેવી સંસ્થાઓ ઉપસ્થિત રહી હતી. સહયોગ હોલ ખાતે દીપ પ્રાગટ્ય, મંત્રોચ્ચાર અને પ્રાર્થના સાથે કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી.સ્વાગત પ્રવચનમાં અશ્વિનભાઈ રાઠોડ દ્વારા મહંતશ્રી બાલકદાસજીની જીવનગાથા રજૂ કરીને મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. મહંત શ્રી ધનેશ્વરગીરી બાપુએ જણાવ્યું કે કબીર પંથની ગાથાને અરવલ્લી જિલ્લો તથા ઉત્તર ગુજરાતમાં જીવંત રાખવામાં બાલકદાસજીનો મહત્વનો ફાળો રહ્યો છે અને તેમનું જીવન સર્વ માટે પ્રેરણારૂપ છે.
પૂર્વ મંત્રી ઈશ્વરભાઈ મકવાણાએ શુભેચ્છાઓ પાઠવી જણાવ્યું કે આ પુસ્તક સમાજમાં અજવાળું ફેલાવશે. જ્યારે પ્રદીપભાઈ પરમારે જણાવ્યું કે આજના સોશિયલ મીડિયાના સમયમાં આવું મૂલ્યવાન સાહિત્ય પ્રકાશિત કરવું સરાહનીય છે અને આવનારી પેઢી માટે માર્ગદર્શક બનશે.જીવદયા પ્રેમી નિલેશ જોષીએ ભાવસભર શબ્દોમાં જણાવ્યું કે આજે મહંતશ્રીના જન્મદિવસ સાથે તેમના વિચારોનો પણ જન્મ થયો છે, જે પુસ્તક સ્વરૂપે વર્ષો સુધી સમાજને પ્રકાશિત કરતું રહેશે. ગાંધીનગર સદભાવ વિભાગના પ્રમુખ ચંદ્રકાંત પટેલે માનવતાના દીવા પ્રગટાવતા રહેવા માટે સૌને પ્રેરણા આપી, જ્યારે જયદતસિંહ પુવારે મહંતશ્રીની સામાજિક જાગૃતિની પ્રવૃત્તિઓને બિરદાવી હતી.આ પ્રસંગે વાસણી રેલના જેઠાલાલ મકવાણા પરિવાર દ્વારા સન્માન પુષ્પ અર્પણ કરી મહંતશ્રીનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું. શિષ્ય પરિવાર અને શુભેચ્છકોની હાજરીમાં પુસ્તક વિમોચન સાથે જન્મદિવસની ઉજવણી ઉલ્લાસભેર સંપન્ન થઈ





