AMRELI CITY / TALUKOGUJARATRAJULA

રાજુલા શહેરમાં ભવ્ય બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

આ કાર્યક્રમમાં અનેક મહાનુભાવો હાજર રહ્યા

યોગેશ કાનાબાર રાજુલા

રાજુલા શહેરમા રાજગોર બ્રાહ્મણ સેવા સમાજ અને સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા આયોજિત *સંતશ્રી મુક્તાનંદ બાપુ ના ૬૭ મા પ્રાગટ્ય દિને* *તા. ૧૭/૫/૨૦૨૫ને શનિવારના રોજ ભવ્ય બ્લડ ડોનેશન કેમ્પ નુ આયોજન કરવામાં આવ્યુ હતુ*


*આ બ્લડ ડોનેશન કેમ્પ રાજુલા ગાયત્રી શક્તિ પીઠ મંદિર ના હોલ મા સાંજે ચાર થી સાત વાગ્યા સુધી ચાલુ રહ્યો હતો*
*આ બ્લડ ડોનેશન કેમ્પ ને સાધુ સંતો વાંકુ ની ધાર વાળા શ્રી કરૂણાનિધાનદાસજીબાપુ, શ્રી કેસરીનંદન હનુમાન મંદિરના શ્રી સનાતનદાસબાપુ*
*પ્રખર ભાગવત આચાર્ય કથાકાર ડોક્ટર શ્રી મહાદેવ પ્રસાદ મહેતા, શ્રી યોગીપુરૂષ સ્વામી, શ્રી અખંડ મંગલ સ્વામી, અને રાજુલા રાજગોર બ્રાહ્મણ સેવા સમાજ અને સમસ્ત બ્રહ્મ સમાજ ના પ્રમુખ શ્રી ભાનુભાઈ રાજગોર દ્વારા દીપ પ્રાગટ્ય કરી શરૂ કરવામાં આવેલ હતો*
*પધારેલા સાધુ સંતોનુ ફુલહાર કરી સ્વાગત કરવામાં આવ્યુ હતુ*
*આ કેમ્પ મા રાજુલા નગર પાલિકા પ્રમુખ પ્રતિનિધિ મયુરભાઈ દવે રાજુલા માર્કેટિંગ યાર્ડ ના પ્રમુખ જીગ્નેશભાઈ પટેલ રાજુલા તાલુકા પંચાયતના પ્રમુખ પ્રતિનિધિ ધીરુભાઈ પુરોહિત સહિત ચેમ્બર ઑફ કોમર્સ વિશ્વ હિન્દુ પરિષદ ના આગેવાનો સહિત અનેક આગેવાનો વેપારીઓ હાજર રહ્યા હતા*
*રાજગોર બ્રાહ્મણ સેવા સમાજ અને સમસ્ત બ્રહ્મસમાજ અને બાપુના સેવક ગણ તેમજ બાપાસીતારામ સેવા સમિતિ નુ આયોજન દ્વારા આ આયોજન કરવામાં આવ્યુ હતું* *રાજુલા ગાયત્રી શક્તિ પીઠ મંદિર ખાતે અખિલ ભારતીય સાધુ સમાજ ના પ્રમુખ અને શિક્ષણ ક્ષેત્રે અનેક સેવાકીય પ્રવૃત્તિ ઓમા અનેક સંસ્થાઓ તેમજ આરોગ્યની સંસ્થા સહિત મુક્તાનંદબાપુ ભગીરથ સેવા કરી રહ્યા છે ચાંપરડા તથા ડેડાણ હરદ્વાર ગૌશાળા આશ્રમ સહિત અનેક આશ્રમો આવેલા છે અને સંતશ્રી મુક્તાનંદજી બાપુ ના ૬૭ મા પ્રાગટ્ય દિવસ નિમિતે રાજગોર બ્રાહ્મણ સેવા સમાજ અને સમસ્ત બ્રહ્મસમાજ તથા બાપાસીતારામ સેવા સમિતી તથા સેવક સમાજ દ્વારા રાજુલા ના ગાયત્રી મંદિર ખાતે આવેલા એસી હોલ ખાતે બ્લડ ડોનેશન કેમ્પ નુ આયોજન તા.૧૭/૫/૨૦૨૫ ને શનિવાર ના રોજ સાંજ ના ૪.૦૦ થી ૭.૦૦ રાખવામા આવેલ*
*આ બ્લડ ડોનેશન કેમ્પ મહુવા બ્લડ બેંક ના સહયોગ સાથે કરવામાં આવ્યો હતો*
*આ કેમ્પ મા બાપુના ૬૭ સડસઠ મા જન્મ દિવસ પર કુલ ૬૮ અડસઠ બોટલ બ્લડ એકત્ર કરવામાં આવ્યુ હતુ આ બ્લડ ડોનેશન મા ભાઈઓ અને બહેનો એ બ્લડ ડોનેટ કર્યુ હતુ તેમજ વાંકુ ની ધાર વાળા શ્રી કરૂણા નિધાનદાસજીબાપુ એ પણ બ્લડ ડોનેટ કર્યુ હતુ*
*આ એકત્ર થયેલા બ્લડ મહુવા બ્લડ બેંક મ ખાતે લઈ ગયા હતા*
*આ કેમ્પ મા રાજુલા ની સહયોગી સંસ્થાઓ બ્રહ્મસમાજ મહિલા પાંખ રુદ્રગણ હવેલી ચોક યુવક મંડળ ચેમ્બર ઓફ કોમર્સ વિશ્ર્વ હિન્દુ પરિષદ બાર એસોસિએશન બજરંગ દળ શિવરુદ્ર ગ્રુપ આર એસ એસ ડોક્ટર એસોશીયન જય માતાજી ગ્રુપ ઓમ સાઈ ગ્રુપ બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા* *એસએમવીએસ સંસ્થા સહજાનંદ ગ્રુપ સહીત રાજુલા ની સંસ્થાઓ ના સહયોગ થી આ કેમ્પ યોજાયો હતો*
*આ કેમ્પ ને સફળ બનાવવા* *મનોજભાઈ વ્યાસ ભરતભાઇ મહેતા હરેશભાઈ તેરૈયા સાગરભાઈ સરવૈયા જીતુભાઈ તેરૈયા રાકેશભાઈ જોષી કનકભાઈ જાની સંજીવ ભાઇ જોષી સહિત લોકો એ
ભારે જહેમત ઉઠાવી હતી*

*બાઈટ ભાનુભાઈ રાજગોર રાજુલા રાજગોર બ્રાહ્મણ સેવા સમાજ અને સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ*

Back to top button
error: Content is protected !!