આજે 10 તારીખે નવસારીમાં ફરીને વેપાર કરતા ફેરિયાઓ માટે પીએમ સ્વ નિધિ યોજનાનું લાભ લેવા ભવ્ય કેમ્પનું આયોજન

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
નવસારી મહાનગરપાલિકા દ્વારા આયોજિત ગુજરાત શહેરી આજીવિકા–શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિકાસ ગુજરાત સરકાર પી.એમ.સ્ટ્રીટ વેન્ડર્સ આત્મનિર્ભર નિધિ “લોન મેગા કેમ્પ 2025” આર્થિક સહાય લોન માટે ફેરી પ્રવૃતિ કરતા ફેરિયા કાર્ડ લોન માટે સ્પોર્ટ કૉમલેક્સ લુંસીકુઈ ખાતે કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
નવસારીમાં વસતા અને નવસારીમાં ફેરી પ્રવૃતિ કરતાં લોકો માટે સરકારશ્રીની પી.એમ.સ્વનિધિ યોજના ફરી કાર્યરત થઈ ચૂકી છે. જેમાં આપણે મળશે, રૂ.૧૫,૨૫, અને ૫૦ હજારની તબક્કાવાર લોન આ ઉપરાંત આપના પરિવાર જનોને સરકારશ્રીની વિવિધ યોજનાઓનો સિધ્ધો લાભ મળશે.આ યોજનાનો લાભ લેવા માટે મહાનગરપાલિકાના યુ.સી.ડી. ડિપાર્ટમેન્ટની આજે જ મુલાકાત લો અને આપની આર્થિક સમસ્યાઓનું નિવારણ લાવો પી.એમ સ્વનિધિના ફોર્મ ભરવા માટે ડોક્યુમેન્ટ (૧) આધાર કાર્ડ સાથે લિંક મોબાઈલ (૨) આધાર કાર્ડ (૩) ચુટણી કાર્ડ (૪) બેન્ક પાસબૂક (૫) ગૂગલ પે અથવા ફોન પે (૬) ફેરીયા કાર્ડ લોન માટે તા. ૧૦/૧૨/૨૦૨૫ ના રોજ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ,લુન્સીકુઇ ગ્રાઉન્ડ ખાતે કેમ્પનું આયોજન રાખવામાં આવ્યું છે. નવસારીમાં વસતા લોકોને લાભ લેવા નવસારી મહાનગરપાલિકા દ્વારા આહવાન કરવામાં આવ્યું છે.




