નરેશપરમાર.કરજણ,
કરજણ તાલુકામાં મનરેગાનું કૌભાંડ બહાર આવ્યું
કરજણ તાલુકામાં મનરેગાના રૂા. 2.72 કરોડના કૌભાંડમાં 8 પૂર્વ અધિકારીઓ સામે પોલીસ ફરિયાદ.
કરજણ તાલુકામાં વર્ષ ૨૦૨૧-૨૨ દરમિયાન મનરેગા કૌભાંડ આચરવામાં આવ્યું છે, જેમાં ૨,૭૨,૯૮,૫૪૦ જેટલી રકમ ધનંજય કન્સ્ટ્રક્શન કંપનીને ખોટી રીતે ચૂકવીને સરકારી તિજોરીને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. આ મામલે કરજણના તાલુકા વિકાસ અધિકારી (TDO) જૈમીનીબેન પટેલ દ્વારા કરજણ પોલીસ સ્ટેશનમાં આઠ અધિકારીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.ફરિયાદમાં નામ જોગ આરોપી અધિકારીઓ:(૧). તત્કાલિન ટેકનિકલ આસિસ્ટન્ટ: શ્રી સિરાજ મન્સુરી (૨). તત્કાલિન ટેકનિકલ આસિસ્ટન્ટ: શ્રી એ.એ. માણકી(૩). તત્કાલિન એ.પી.ઓ. (એડિશનલ પ્રોગ્રામ ઓફિસર): શ્રી જીતેન્દ્ર પરમાર(૪). તત્કાલિન એ.પી.ઓ. (એડિશનલ પ્રોગ્રામ ઓફિસર): શ્રી ધર્મેશ ઘેલાણી(૫). તત્કાલિન ટી.ડી.ઓ. અને પ્રોગ્રામ ઓફિસર: શ્રી પી.ડી. સેનમા(૬). તત્કાલિન ટી.ડી.ઓ. અને પ્રોગ્રામ ઓફિસર: શ્રી એસ.એન. ગાવિત(૭). તત્કાલિન ટી.ડી.ઓ. અને પ્રોગ્રામ ઓફિસર: શ્રી કે.એચ. શાહ(૮). પ્રી-ઓડિટર: શ્રી ઉજ્જવલ પટેલ (એ.એસ. કંપની એન્ડ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ)આરોપીઓએ એકબીજા સાથે મળીને આર્થિક લાભ મેળવવાના આશયથી ટેન્ડર પ્રક્રિયાના નિયમોનો ભંગ કર્યો છે. તેમણે પોતાની સરકારી ફરજોમાં બેદરકારી દાખવીને સરકાર સાથે ગુનાહિત વિશ્વાસઘાત કર્યો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. આ ગંભીર ફરિયાદને પગલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે