GUJARAT
સાધલી ગામે બ્રમકુમાંરી શાખા દ્વારા જન્માષ્ટમી ની ભવ્ય ઊજવણી કરવામાં આવી
ફૈઝ ખત્રી..શિનોર વડોદરાના શિનોર તાલુકાના સાધલી ગામે આવેલ બ્રહ્મ કુમારી શાખા દ્વારા જન્માષ્ટમી ની ભવ્ય ઊજવણી કરાઇ હતી. વાત કરીએ તો બ્રહ્મ કુમારી શાખા નાં સંચાલિકા જ્યોતિબેન તેમજ પારુલ બેન નાં સાનિધ્યમાં જન્માષ્ટમી ની ભારે રંગે ચંગે ઉજવણી કરવામાં આવી હતી. બ્રહ્મ કુમારીજ ની બાળાઓ કૃષ્ણ નાં વિવિધ વેશભૂષા સાથે કાર્યક્રમ માં હાજર રહી કાર્યક્રમને દીપાવ્યો હતો. આ કાર્યક્રમમાં સાધલી તેમજ આજબાજુના ગામોના ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ માં હાજર તમામ ને બ્રહ્મ કુમારી પારુલ બેન દ્વારા પ્રવચન આપી સૌને આશીર્વાદ તેમજ પ્રસાદી આપી કાર્યક્રમ ની સમાપ્તિ કરાઇ હતી.




