*પાલનપુર તાલુકાનાં સુરજપુરા ગામે ગ્રામ્ય શાળા પ્રવેશોત્સવ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી
ગુજરાત રાજ્યમાં શિક્ષણ બાબતે ની બે દિવસ માં જ આ બીજી પહેલ..
ગુજરાત રાજ્યમાં શિક્ષણ બાબતે ની બે દિવસ માં જ આ બીજી પહેલ..
100% બાળકો ગામની સરકારી શાળામાં પ્રવેશ મેળવનાર બ.કાં. જિલ્લાના પાલનપુર તાલુકાનું આ બીજું ગામ…સુરજપુરા..
પાલનપુર તાલુકાનાં સુરજપુરા ગામે ગ્રામ્ય શાળા પ્રવેશોત્સવ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી
—————————————-
આજના આધુનિક યુગમાં જ્યાં શહેરીકરણની આંધળી દોડમાં ગામડાની સંસ્કૃતિ અને પરંપરાઓ ધીમે ધીમે ઝાંખી પડી રહી છે,ત્યાં પાલનપુર તાલુકાના વધુ એક ગામ સુરજપુરા ગામે એક પ્રેરણાદાયી પહેલ કે જે ગુજરાત રાજ્યમાં બીજી વખત બનવા જઈ રહ્યું છે અને શિક્ષણ ની બાબતે આગળ આવ્યું છે. ચાલુ શૈક્ષણિક સત્ર થી શહેરી વિસ્તારમાં ખાનગી શાળાઓમાં અભ્યાસ કરતાં ગામનાં તમામ બાળકોને ગામની સરકારી શાળા માં શિક્ષણ મેળવવા માટે આજે તમામ બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો.આ કાર્યક્રમમાં ઉપસ્થિત અધ્યક્ષ સ્થાને અનિકેતભાઈ ઠાકર (ધારાસભ્યશ્રી,પાલનપુર), શૈલેષભાઈ પ્રજાપતિ (મામલતદાર પાલનપુર),પરમ પૂજનીય શ્રી આનંદ સ્વરૂપ શ્રી ગિરધારી બાપુ,ડૉ.વિનોદભાઈ પટેલ (જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, પાલનપુર), પી.સી.સિસોદિયા (તાલુકા વિકાસ અધિકારી,પાલનપુર), મહેશભાઈ પટેલ (પૂર્વ ધારાસભ્ય,પાલનપુર),આર.જે. ડાભી (ટી. પી. ઈ. ઓ.), ડૉ. ગિરધરભાઈ પટેલ, જીગ્નેશભાઈ સણોદરીયા (બી. આર. સી. કો.-ઓં ),પિયુષભાઈ પટેલ (ચેરમેન નગર પાલિકા), જગદીશભાઈ બી.કુગશિયા (સમાજ અગ્રણી),ભગવાનભાઈ લીંબાચિયા (પૂર્વ તાલુકા ભાજપ મહામંત્રી),જયેશભાઈ દવે (બાળ કલ્યાણ ચેરમેન ગુજરાત પ્રાંત), આજુબાજુ ગામના સરપંચો, આજુબાજુ શાળાના કર્મચારીઓંએ કાર્યકમમાં હાજરી આપી કાર્યક્રમ ને દિપાયમાન અને શોભામાં વૃદ્ધિ કરેલ તથા દાતા શાંતિભાઈ કર્ણાવત,લખાભાઈ કર્ણાવત,રાયચંદભાઈ કર્ણાવત, કરશનભાઈ ઘાઘોડ જેઓએ બાળકો અને પ્રાથમિક શાળાની ખૂટતી ભૌતિક સુવિધાઓમાં વિકાસના દાતા બન્યા હતા. ભગવાનભાઈ કુગશીયા એ. પી. એમ. સી.વાઈસ ચેરમેન, વિજયભાઈ પટેલ સરપંચ, ડેપ્યુટી સરપંચ,પ્રાથમિક શાળા આચાર્યો,તલાટી કમ મંત્રી, અગ્રણીઓ,યુવા મિત્રો અને ગામના તમામ સભ્યોએ કાર્યકમ ને ખુબ સફળ બનાવ્યો હતો.
નટવર કે. પ્રજાપતિ, થરા
મો. 99795 21530