એમ.જી.શાહ હાઈસ્કૂલ કાંકણપુર ખાતે શ્રીમદ ભગવદ્ ગીતાની ભવ્ય ઉજવણી કરાઈ

ગોધરા
નિલેશભાઈ દરજી શહેરા
માગશર સુદ એકાદશી એટલે શ્રીમદ ભગવત ગીતા જયંતી આ શુભ પ્રસંગ નિમિત્તે એમ.જી શાહ હાઈસ્કૂલ કાંકણપુર ખાતે ગીતા જયંતીની ઉજવણી કરવામાં આવી દુનિયામાં હિન્દુ ધર્મનો આ પ્રથમ પુસ્તક કે જેની જન્મ જયંતી ઉજવવામાં આવે છે તે જ તેની અદભુત લાક્ષણિકતા છે કાર્યક્રમની શરૂઆત સમગ્ર શાળા પરિવારે મળીને દીપ પ્રાગટ્ય દ્વારા કરી આ કાર્યક્રમમાં હર્ષદભાઈ પટેલે શાબ્દિક સ્વાગત દ્વારા કર્યું. ત્યારબાદ શાળાના આચાર્યશ કુલદીપભાઈ પંડિતે પ્રસંગને અનુરૂપ પોતાના વિચારો રજૂ કર્યા ત્યાર પછી ધોરણ છ થી આઠ ના વિદ્યાર્થીઓએ સંસ્કૃતમાં પોતાનો પરિચય સંસ્કૃત શ્લોકનું ગાન કરી વિસ્તૃતમાં અર્થ સમજાવ્યો હતો સ્વાધ્યાય પરિવારના યુવા કેન્દ્રના મિત્રો દ્વારા શેરી નાટકની અદભુત ભજવણી કરીને શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા અને આધ્યાત્મિક વાતાવરણનો અનુભવ કરાવ્યો છે ત્યારબાદ ધોરણ નવ થી 12 ના વિદ્યાર્થીઓએ શ્રીમદ્ ભગવત ગીતાના સુંદર વિચારો રજૂ કરીને આજના આધુનિક સમયમાં ગીતા કેટલા અંશે યથાર્થ છે તેનું મૂલ્ય સમજાવ્યું કાર્યક્રમમાં આગળ કૃષ્ણ અર્જુન સંવાદ નાટક રજૂ કરવામાં આવ્યું તેમાં તું કર્મ કર પણ ફળની અપેક્ષા રાખીશ નહીં
कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन। मा कर्मफलहेतुर्भूर्मा ते सङ्गोऽस्त्वकर्मणि ના સંવાદનું અદ્ભુદ રજૂઆત કરવામાં આવી રૂચાબેન ઉપાધ્યાય દ્વારા ભગવત ગીતા પર આધારિત ક્વિઝ નું સુંદર આયોજન અને રજૂઆત કરી બાળકોની ભાગીદારી પણ નોંધપાત્ર હતી ક્વિઝમાં જીતનાર ટીમને ઋચાબેન તરફથી ઈનામ આપવામાં આવ્યું સ્પર્ધામાં ભાગ લેનાર તમામ સ્પર્ધકોને પ્રોત્સાહન ઇનામ આપવામાં આવ્યું કામિનીબેન સોલંકી દ્વારા કાર્યક્રમની આભાર વિધિ પ્રગટ કરવામાં આવી હતી.






