GUJARATKADANAMAHISAGAR

મહીસાગર જિલ્લામાં ૭૭મા પ્રજાસત્તાક પર્વની શાનદાર ઉજવણીનું આયોજન: કડાણા ખાતે જિલ્લા કલેક્ટરની ઉપસ્થિતિમાં રિહર્સલ યોજાયું

મહીસાગર જિલ્લામાં ૭૭મા પ્રજાસત્તાક પર્વની શાનદાર ઉજવણીનું આયોજન: કડાણા ખાતે જિલ્લા કલેક્ટરની ઉપસ્થિતિમાં રિહર્સલ યોજાયું
**

રિપોર્ટર….
અમીન કોઠારી મહીસાગર…

પ્રભારી મંત્રી શ્રી પી. સી. બરંડાના અધ્યક્ષસ્થાને યોજાશે જિલ્લા કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ
***
કલેક્ટર સુશ્રી અર્પિત સાગરે પરેડ અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું
***


મહીસાગર, ૨૫ જાન્યુઆરી:: મહીસાગર જિલ્લામાં ૭૭મા પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી આ વર્ષે કડાણા તાલુકા મથકે ભવ્ય રીતે કરવામાં આવનાર છે. ૨૬મી જાન્યુઆરીના રોજ આ કાર્યક્રમ જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી પી. સી. બરંડાના અધ્યક્ષસ્થાને યોજાશે. આ રાષ્ટ્રીય પર્વની પૂર્વતૈયારીઓના ભાગરૂપે જિલ્લા કલેક્ટર સુશ્રી અર્પિત સાગરના માર્ગદર્શન હેઠળ કડાણા ખાતે રિહર્સલનું આયોજન કરવામાં આવ્યું હતું.

કડાણા ખાતે આયોજિત રિહર્સલ દરમિયાન જિલ્લા કલેક્ટર સુશ્રી અર્પિત સાગરે કાર્યક્રમના દરેક પાસાઓનું જીવંત નિરીક્ષણ કર્યું હતું. આ પ્રસંગે પોલીસ જવાનો દ્વારા કરવામાં આવનાર પરેડ, માર્ચ પાસ્ટ અને દેશભક્તિના ગીતો પર રજૂ થનારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું નિરીક્ષણ કરી જરૂરી સુધારા-વધારા સૂચવ્યા હતા. કલેક્ટરશ્રીએ કાર્યક્રમની ગરિમા જળવાઈ રહે તે રીતે સમયબદ્ધ આયોજન કરવા સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી.

પ્રજાસત્તાક પર્વની ઉજવણી અંતર્ગત પોલીસ દળ અને એન.સી.સી.ના કેડેટ્સ દ્વારા શિસ્તબદ્ધ પરેડ યોજવામાં આવશે. આ ઉપરાંત, શાળાના બાળકો દ્વારા પ્રસ્તુત કરવામાં આવનાર દેશભક્તિના નૃત્યો અને વિવિધ વિભાગો દ્વારા તૈયાર કરવામાં આવેલા વિકાસલક્ષી ટેબ્લો (ચિત્ર રથ) આકર્ષણનું કેન્દ્ર બનશે.

૨૬મી જાન્યુઆરીના રોજ યોજાનાર મુખ્ય સમારોહમાં પ્રભારી મંત્રીશ્રી દ્વારા ધ્વજવંદન કરવામાં આવશે. આ કાર્યક્રમમાં જિલ્લાના ધારાસભ્યશ્રીઓ, પદાધિકારીઓ, વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહેશે. કાર્યક્રમ દરમિયાન પ્રશંસનીય કામગીરી કરનાર કર્મચારીઓનું સન્માન અને વૃક્ષારોપણ જેવા કાર્યક્રમો પણ યોજવામાં આવશે.
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કડાણા ખાતે આ રાષ્ટ્રીય પર્વની ઉજવણીને યાદગાર બનાવવા માટે તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે.

Back to top button
error: Content is protected !!