
વાત્સલ્યમ્ સમાચાર,
પૂજા ઠક્કર – મુંદરા કચ્છ.
મુંદરામાં ‘ત્રણ લોકના નાથ’ ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણકની ભવ્યાતિભવ્ય ઉજવણીનું આયોજન
તા. ૩૧ માર્ચના રોજ દબદબાભેર નીકળશે પ્રભુજીની શોભાયાત્રા: સમસ્ત જૈન સંઘની બેઠકમાં લેવાયા મહત્વના નિર્ણયો
મુંદરા, તા. ૨૩:
મુંદરા સમસ્ત જૈન સંઘ દ્વારા ત્રણ જગતના નાથ, દેવાધિદેવ ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણકની ઉજવણી આગામી તારીખ ૩૧ માર્ચના રોજ ભારે ધામધૂમથી કરવામાં આવશે. આ મહોત્સવના આયોજનના ભાગરૂપે ગત રાત્રે મહાવીર સ્વામી જિનાલય ખાતે સમસ્ત જૈન સંઘની એક અગત્યની બેઠક યોજાઈ હતી, જેમાં તમામ સભ્યોએ એકસૂરે આ વખતે મહોત્સવને અભૂતપૂર્વ રીતે ઉજવવાનો નિર્ધાર કરી ભગવાન મહાવીરના જયનાદ કર્યા હતા.
ધાર્મિક કાર્યક્રમો અને શોભાયાત્રા:
આગામી ૩૧મીએ વહેલી સવારે પ્રભાતિયા બાદ શણગારેલી બગીમાં ભગવાનની જાજરમાન શોભાયાત્રા યોજાશે. બપોરે પૂજા અને નવકારશી જમણ સહિતના અનેક ધાર્મિક કાર્યક્રમોનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે.
ચડાવવાના લાભાર્થી પરિવારો:
શોભાયાત્રાના વિવિધ ચડાવવાઓ ભક્તિભાવપૂર્વક લેવામાં આવ્યા હતા, જેની યાદી નીચે મુજબ છે:
* પ્રભુજીને ખોળામાં લઈ રથમાં બેસવાનો લાભ: કંચનબેન વાડીલાલ ફોફડીયા પરિવાર.
* પ્રભુજીના સારથી બનવાનો લાભ: ચંદનબેન મોતીલાલ નાનાલાલ સંઘવી પરિવાર.
* ધૂપ ધરવાનો લાભ: ચંદનબેન ચુનીલાલ વોરા પરિવાર.
* દીપ ધરવાનો લાભ: હીરૂબેન કાંતિલાલ વાઘજી પરિવાર.
* ચામર સેવા: શાંતાબેન ધારશીભાઈ મહેતા પરિવાર.
* દર્પણ ધરવાનો લાભ: ચુનીલાલ ચત્રભુજ મહેતા પરિવાર.
* રથ આગળ ધારાવાહીનો લાભ: ગિરનાર પ્રેમી રીતેશભાઈ પરીખ.
ઉપસ્થિત અગ્રણીઓ:
નવકાર મંત્રના જાપ સાથે શરૂ થયેલી આ બેઠકમાં તપગચ્છ જૈન સંઘના પ્રમુખ હરેશભાઈ મહેતા, અરવિંદભાઈ સંઘવી, પારસભાઈ ફોફડીયા, હિરેનભાઈ સાવલા, કરણ મહેતા, મહેશભાઈ સંઘવી, પપ્પુભાઈ વોરા, પારસ શાહ, ભરત મહેતા, મયુર મહેતા, હાર્દિક સંઘવી, સંકેત સંઘવી, નિકુંજ મહેતા, વિમલ મહેતા, વિશાલ સંઘવી અને ઋષભ સંઘવી સહિતનાઓએ વિવિધ સૂચનો કર્યા હતા.
આ પ્રસંગે ચંદ્રકાંતભાઈ શાહ, અમિતભાઈ શાહ, અરવિંદ કોરડીયા, ભાવિન શાહ, રીતેશ પરીખ, મિત પારેખ, હર્ષ દોશી, પ્રણવ શાહ, અભય ગાંધી, રોહિત ગાંધી, મિત વોરા, હેત મહેતા, રોહિત મહેતા સહિત જૈન સમાજના ભાઈઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની સંપૂર્ણ વિગતો તપગચ્છ જૈન સંઘના સહમંત્રી વિનોદ મહેતા અને અચલગચ્છના યુવા આગેવાન હાર્દિક સંઘવીની સંયુક્ત યાદીમાં જણાવાઈ છે.
વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો :
-પુજા ઠક્કર,
9426244508,
ptindia112@gmail.com




