BANASKANTHAGUJARATPALANPUR

સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ પાલનપુર ખાતે તુલસી પૂજન ની ભવ્ય ઉજવણી કરવામાં આવી

25 ડિસેમ્બર જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ પાલનપુર ખાતે તુલસી પૂજન ની ભવ્ય ઉજવણી કરવામાં આવી.
શ્રી સોળગામ લેઉવા પાટીદાર પ્રગતિ મંડળ સંચાલિત સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ સંલગ્ન સ્વસ્તિક ઇંગ્લીશ મીડીયમ સ્કુલના વિદ્યાર્થીઓએ તુલસી પૂજન ખૂબ જ ઉત્સાહથી કર્યું હતું.
સંત શ્રી આશારામજી બાપુએ તુલસી પૂજન દિવસનો પ્રારંભ કરાવ્યો હતો.
પશ્ચિમી સંસ્કૃતિના પ્રભાવમાં લોકો પોતાના આધ્યાત્મિક ખજાના વિશે ભૂલી ગયા છે. બાપુજીએ લોકોને પોતાની સંસ્કૃતિ, આધ્યાત્મિકતા અને સ્વસ્થ જીવન શૈલી સાથે જોડવા માટે તુલસી પૂજા દિવસ શરૂ કર્યો હતો. વેદ અને પુરાણોમાં તુલસીજીને દેવી તરીકે પૂજનીય માનવામાં આવે છે. બાપુજીએ તુલસી પૂજા દિવસ ઉજવવા માટે 25 ડિસેમ્બર ની તારીખ પસંદ કરીને ખૂબ જ સમજદારી ભર્યું નિર્ણય લીધો હતો.
સ્વસ્તિક ઇંગલિશ મીડીયમ સ્કૂલ ના બાળકોએ તુલસી માતા ની વિધિ સર પૂજા કરી અને મંત્રોચ્ચાર કરીને શાળાનું વાતાવરણ શુદ્ધ અને સકારાત્મક બનાવી દીધું હતું.જેમાં નાના નાના ભૂલકા એ બ્રહ્મા, તુલસી , કૃષ્ણ વગેરે ના વેશ ધારણ કર્યા હતા.આ સંપૂર્ણ કાર્યક્રમ સ્વસ્તિક સંકુલના પ્રમુખશ્રી આર એમ પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ સ્વસ્તિક ઇંગ્લીશ મીડીયમ સ્કુલના આચાર્ય હેતલબેન રાવલે કર્યું હતું સમગ્ર સ્ટાફના સહકારથી કાર્યક્રમ દીપી ઉઠ્યો હતો.

Back to top button
error: Content is protected !!