GUJARATPANCHMAHALSHEHERA

ઓરવાડા સુનિલ પટેલ શહીદ સ્મારક ગ્રાઉન્ડ ખાતે ગ્રામીણ ક્રિકેટ ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું.

 

પંચમહાલ ગોધરા

નિલેશભાઈ દરજી શહેરા

 

 

ગોધરા તાલુકાના ઓરવાડા ગામ ખાતે વીર શહિદ સુનિલ પટેલ સ્મારક ગ્રાઉન્ડ ખાતે આયોજીત ક્રિકેટ ટૂર્નામેન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું આ ક્રિકેટ ટુર્નામેન્ટ માં પંચમહાલ,દાહોદ મહીસાગર જિલ્લાઓના ખેલાડીઓ અલગ અલગ ભાગ લીધો છે આમ કુલ ક્રિકેટ ટુર્નામેન્ટ માં કુલ ૩૨ ટિમોએ ભાગ લીધો છે. આ કાર્યક્રમ મુખ્ય મહેમાન દેવગઢ બારીયા, વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય  તુષારસિહ બાબા સાહેબ સૌપ્રથમ વીર શહીદ સુનિલપટેલ સ્મારક ને ફૂલ માળા ચડાવી હતી.જેમાં પંચમહાલ જિલ્લા શિક્ષણ સમિતિ ચેરમેન એ.બી.પરમાર ,તાલુકા પંચાયત સદસ્ય નયનાબેન પટેલ ,સરપંચ શ્રી પીન્ટુ ભાઈ,તેમજ આયોજક મિત્રો ગ્રામજનો વિશેષ ઉપસ્થિત રહી સૌ પ્રથમ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ગામ સરસાવ તેમજ કેવડિયા બંને ટીમોથી એ શુભ શરૂઆત કરવામાં આવી હતી.

Back to top button
error: Content is protected !!