GUJARAT
નેત્રંગ ચાર રસ્તા ખાતે ભગવાન બિરસા મુંડાની પ્રતિમાની સ્થાપનાને ૧ વર્ષ પુર્ણ થતાં નેત્રંગ ખાતે ભવ્ય ઉજવણી કરાઇ…

બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ
તા.૧૬/૧૧/૨૦૨૪
ધરતી આબા બિરસા મુંડાની ૧૫૦મી જન્મ જયંતિ નિમિત્તે આદિવાસી સમાજ દ્વારા નેત્રંગ ચાર રસ્તા સ્થિત બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી ઉજવણી કરવામાં આવી હતી.
ભરૂચ જીલ્લામાં આદિવાસી સમાજ દ્વારા આદિવાસી સમાજના જન નાયક એવા ક્રાંતિકારી બિરસા મુંડાની ૧૫૦મી જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી જેના ભાગરૂપે નેત્રંગ તાલુકા આદિવાસી સમાજ તેમજ આગેવાન શેરખાન પઠાણ દ્વારા ધરતી આબા બિરસા મુંડાની ૧૫૦મી જન્મ જયંતિ નિમિત્તે આદિવાસી સમાજ દ્વારા નેત્રંગ ચાર રસ્તા સ્થિત બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી ઉજવણી કરવામાં આવી હતી. આદિવાસી સમાજના વડીલો અને યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી પરંપરાગત વેશભુષા, સાથે શોભાયાત્રા યોજી અને ક્રાંતિકારી ભગવાન બિરસા મુંડાને યાદ કર્યા હતા.



