BHARUCHBHARUCH CITY / TALUKO

જબુંસર અને આમોદની ઢાઢર નદીમાં પુરાણ કરાતા પુર આવ્યું હોવાના આસપાસ ગામના સરપંચોએ આક્ષેપ કર્યા.

હાલમાં જ ભરૂચ જિલ્લામાં આમોદ અને જબુંસર નગર વચ્ચેથી પસાર થતી ઢાઢર નદીમાં ઉપરવાસમાં થયેલા ભારે વરસાદના કારણે તેની ભયજનક સપાટી વટાવી હતી.જેના કારણે તેના નદી કિનારાના વિસ્તારોમાં પુરના પાણી ફરી વળતા અમુક ગામના લોકોને તંત્ર દ્વારા સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતાં.આ પાણીના ખેતરોમાં પણ ઘૂસી જતા આમોદ અને જબુંસરના ખેડૂતોને ખેતીમાં પણ ભારે નુકશાન વેઠવું પડ્યું હતું.

આ બાબતે ત્રણ ગામના સરપંચોએ ઢાઢર નદી કિનારે પહોંચી સાત મહિના પેહલા દહેજની એક કંપનીમાંથી કોઈલી વડોદરા 196 ટાયર વાળું વાહન પસાર કરવા ઢાઢર નદીનુ પુરાણ કરવામાં આવ્યું હતું ત્યાર બાદ આ મલબો નહિ ખસેડવામાં આવતા તેઓના ગામો, ઘરો અને ખેતરોમાં પાણી ભરાઈ જવાના કારણે ખેડૂતોનો પાક પાણીમાં ડૂબી જતાં મોટું નુકસાન થયું હોવાના આક્ષેપો કર્યા હતા.આ મામલે દાદાપોર ગામના સરપંચ મહેન્દ્રસિંહ રાયસંગ ઠાકોરે જણાવ્યું હતું કે,આ મલબો ન નાંખવામાં આવ્યો હોત તો ઢાઢર નદીની 105 સપાટી થાત તો પણ અમારા ગામોમાં પાણી ન ભરાયા હોત. પરતું આ મલબાના કારણે અમારા ઘરો અને પાકને નુકશાન થયું છે.

સમીર પટેલ…ભરુચ

Back to top button
error: Content is protected !!