કાંકણપુર કોલેજમાં નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિ નિમિત્તે ભવ્ય નિબંધ સ્પર્ધા યોજાઈ

પ્રતિનિધિ ગોધરા તા.24
નિલેશકુમાર દરજી શહેરા
ગોધરા તાલુકાની કાંકણપુર શ્રી જે.એલ.કે. કોટેચા આર્ટસ અને શ્રીમતી એસ.એચ. ગાર્ડી કોમર્સ કોલેજમાં મેરા યુવા ભારત – ગોધરા અને કોલેજના સંયુક્ત ઉપક્રમે નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિની પૂર્વસંધ્યાએ નિબંધ સ્પર્ધા યોજાઈ હતી. જેમાં કોલેજના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
કાર્યક્રમમાં કોલેજના આચાર્ય ડો. જગદીશ પટેલે નેતાજીના જીવન અને તુમ મુઝે ખૂન દો… ના નારા સાથે વિદ્યાર્થીઓમાં જોશ ભર્યો હતો. સ્પર્ધાના પરિણામોમાં પરમાર તૃપ્તિબેન પ્રથમ, પટેલ શ્વેતાબેન દ્વિતીય અને પરમાર ભૂમિકાબેન તૃતીય ક્રમે વિજેતા જાહેર થયા હતા. વિજેતાઓને ‘મેરા યુવા ભારત’ તરફથી પ્રમાણપત્ર અને ઇનામો અપાયા હતા.
આ પ્રસંગે મેરા યુવા ભારતના ગોધરા તાલુકા સંયોજક ધર્મેશભાઈ પરમાર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સફળ સંચાલન કોમર્સ વિભાગના વડા ડો. મહેશભાઈ રાઠવાએ કર્યું હતું. આંબેડકર ચેરના કોર્ડીનેટર ડો. પ્રવીણ અમીન અને એન.એસ.એસ. ઓફિસર ડો. સાબતસિંહ પટેલ સહિતના અધ્યાપકો હાજર રહ્યા હતા.સ્પર્ધામાં ભાગ લેનાર તમામ સ્પર્ધકોને પ્રોત્સાહન રૂપે પેન અને નાસ્તો આપવામાં આવ્યો હતો.







