હૈયે થી હૈયુ દળાયુ : ઝઘડિયાના રાજપારડીમાં સારસા માતાજીના ડુંગરે સમાપાંચમનો ભવ્ય મેળો ભરાયો
સમા પાંચમના દિવસે રાજપારડી નગર થી સારસા માતાના મંદિર સુધી ભવ્ય મેળો ભરાય છે
બે કી.મી.લાંબા મેળામાં સારસા માતાજીના સેંકડો શ્રધ્ધાળુઓનુ માનવ મહેરામણ ઉમટી પડ્યું
સેંકડો શ્રધ્ધાળુઓએ સારસા માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી
રાજપારડી પાસે આવેલા સારસા માતાજીના ડુંગરથી રાજપારડી નગર સુધી અંદાજે ૨ કી.મી.સુધીના વિસ્તારમાં સમાપાંચમનો ભવ્ય મેળો ભરાયો હતો જેમાં મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડતા હૈયે થી હૈયુ દળાયુ હોઇ તેવા દ્રશ્યો સર્જાયા હતા
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી ગામે સમા પાંચમનો ભવ્ય મેળો ભરાયો.સારસા માતાનો આ મેળો દરવર્ષે ભરાય છે,જે રાજપારડી નગરના મેઇન બજાર,ચાર રસ્તા,નેત્રંગ રોડ થી લઇને સારસા માતાના મંદિર સુધી વિસ્તરે છે.રાજપારડી નગરના નેત્રંગ તરફના રોડ પર સારસા માતાનો પહાડ આવેલ છે.આ પહાડ પર વર્ષો જુનું સારસા માતાનું મંદિર આવેલું છે.ઉપરાંત રાજપારડી નગર અને ડુંગર ની વચ્ચે પણ સારસા માતાનું મંદિર આવેલું છે.રાજપારડી નજીક ના સારસા ગામનું નામ સારસા માતાના નામ પરથી પડ્યુ હશે,એમ મનાય છે.આ ધાર્મિક જગ્યાનો મેળો દરવર્ષે સમા પાંચમ ના દિવસે ભરાય છે.મેળામાં ભરૂચ તેમજ નર્મદા જિલ્લાના ગામોએથી મોટી સંખ્યામાં જનતા આવે છે.આ મેળામાં બાળકોના રમકડા થી લઇને પ્લાસ્ટિક લોખંડની ઘર ઉપયોગી વસ્તુઓ ઉપરાંત સ્ત્રી શ્રુંગાર ની આઇટમો વિવિધ ખાદ્ય વસ્તુઓ તેમજ અન્ય ઘણી બધી અવનવી ચીજ વસ્તુઓનું મોટા પાયે વેચાણ થાય છે.સામાન્ય રીતે ચોમાસુ એટલે તહેવારો અને મેળાઓની મોસમ મનાય છે.ચોમાસાની ઋતુ ને લગતી ખેતી વિષયક વસ્તુઓના વેચાણ ને લગતા સ્ટોલ પણ મેળામાં મોટી સંખ્યામાં ઉભેલા દેખાય છે.રાજપારડી નગરના સ્થાનિક ઉપરાંત અન્ય સ્થળોએથી આવતા વેપારીઓ પણ મેળામાં પથારા કરી પોતાનો સામાન ગોઠવે છે.આમ વાર્ષિક પરંપરાગત ભરાતા રાજપારડી ના સમા પાંચમ ના મેળામાં બહોળી સંખ્યામાં આજે જનમેદની ઉમટી હતી.છેલ્લા અઠવાડિયા જેવા સમયથી સર્વત્ર વરસાદી માહોલ છવાયો છે,જોકે આજે સવારે એક હળવા વરસાદી ઝાપટા બાદ ઉઘાડ નીકળતા મેળા રસીકોએ મેળાની મોજ માણી હતી,અને વરસાદે વિરામ લેતા મેળામાં ધંધો કરવા આવેલ વેપારીઓમાં પણ ખુશીનો માહોલ છવાયો હતો.પાંચમના મેળામાં રાજપારડી પોલીસ દ્વારા ટ્રાફિકનુ સફળતાપૂર્વક સંચાલન કરાયું હતુ અને મેળા દરમિયાન કોઇ અનિચ્છનીય બનાવ ના બને તેમાટે ભરૂચ જીલ્લા પોલીસના ઉચ્ચસ્તરીય હોદ્દાના અધિકારીઓના માર્ગદર્શન હેઠળ રાજપારડીના નવનિયુક્ત પી.આઈ એચ.બી ગોહિલ,પી.એસ.આઇ.કે.બી.મીર સહિત ૨ અન્ય પી.એસ.આઇ.,સહિત પોલીસ સ્ટાફના કોન્સટેબલો અંદાજે ૧૫૦ જેટલા જવાનોનો બંદોબસ્ત ગોઠવાયો હતો જોકે મેળા દરમિયાન કોઇ અનિચ્છનીય બનાવ નહિ બનતા તંત્રએ હાશકારો લીધો હતો
ઈરફાન
ખત્રી
રાજપારડી