GUJARATNAVSARIVANSADA

નવસારી જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે ફરી ભૂરાભાઈ શાહની નિયુક્તિ થતાં વાંસદા ખાતે ભવ્ય અભિવાદન કાર્યક્રમ યોજાયો..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

વાંસદા તાલુકાના સીતાપૂર ખાતે વાંસદા ભારતીય જનતા પાર્ટી દ્વારા ભુરાભાઇ શાહ ને ફરીથી નવસારી જિલ્લાના પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવતા અભિવાદન કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું આ અભિવાદન કાર્યકમ પ્રસંગે જિલ્લા પ્રમુખ ભૂરાભાઈનું  પુષ્પોની ઉછાળ સાથે ફુલહાર પહેરાવી ફટાકડાં ફોડી આદિવાસી વાજિંત્રા ની ધૂન સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

આ અભિવાદન કાર્યક્રમમાં પ્રદેશ આદિવાસી મોરચાના મહામંત્રી પિયુષભાઇ પટેલ એ જણાવ્યું કે નવસારી જીલ્લા પ્રમુખ ભુરાભાઇ શાહ  હર હંમેશા વાંસદા તાલુકાના ભારતીય જનતા પાર્ટીના કાર્યકતાઓની ખૂબ ચિંતા કરે છે અને હમેશાં મદદરૂપ થાય છે. અભિવાદન કાર્યક્રમમા જીલ્લા મહામંત્રી ગણપતભાઇ માહલા,  ઉપપ્રમુખ જીગરભાઈ,વિરલભાઇ વ્યાસ, હેમલતાબેન ચૌહાણ તથા સોનાલીબેન, વાંસદા ભાજપા પ્રમુખ સંજયભાઈ પટેલ, મહામંત્રી રાકેશભાઇ શર્મા, મહામંત્રી સંજયભાઈ બિરારી,તાં.પ.પ્રમુખ દીપ્તિબેન પટેલ, જી.પ.ઉપપ્રમુખ અંબાબેન માહલા, અધ્યક્ષ બાબજુભાઈ ગાયકવાડ,તરુણભાઇ ગાંવિત,માધુભાઈ, પદ્યુમનસિંહ સોલંકી સહિત જીલ્લા અને તાલુકા પંચાયત સભ્યઓ તથા જીલ્લા તાલુકાના મોરચાના પદાધિકારીઓ સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા  ગુજરાત ભાજપ મોવડી મંડળ દ્વારા નવસારી જિલ્લા પ્રમુખ તરીકે ફરી ભુરાભાઈ શાહ પર પસંદગી ઉતારતા નવસારી જિલ્લા ભાજપ સહિત વાંસદા તાલુકા ભાજપ કાર્યકતાઓમાં ખુશીની લહર ફેલાઈ જવા પામી હતી આ પ્રસંગે નવસારી જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ અંબાબેન પણ ભુરાભાઈ શાહનું ભાવભીનું અભિવાદન કરતા ભાવુક બન્યા હતા. આ અભિવાદન પ્રસંગે ભૂરાભાઈ શાહ તમામ કાર્યકતાઓનું આભાર વ્યક્ત કરી ફરીથી એક નવી આશા લઈને વિકાસ થશે તેમ જણાવતા ઉપસ્થિત તમામ ભાજપીય કાર્યકર્તાઓમાં ખુશીની લહેર વ્યાપી જવા પામી હતી.

Back to top button
error: Content is protected !!