પાલનપુર ખાતે શ્રી કે. કે. ગોઠી હાઈસ્કૂલમાં થઈ ગુરુ પૂર્ણિમાની ભવ્ય ઉજવણી કરવામાં આવી
20 જુલાઈ વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા જિલ્લા બ્યુરો
આજ રોજ સ્વસ્તિક શૈક્ષણિક સંકુલમાં કે. કે. ગોઠી હાઈસ્કૂલ અને ભારત વિકાસ પરિષદ, પાલનપુરના સંયુક્ત ઉપક્રમે ગુરુ પૂર્ણિમાની ભવ્ય ઉજવણી થઈ. આ પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ગુરુપૂજન કરવામાં આવ્યું. ગુરુ મહિમાને અનુરૂપ વક્તવ્ય અને ગીત-ભજન રજૂ કરવામાં આવ્યા. આ પ્રસંગે ભારત વિકાસ પરિષદના ઉપપ્રમુખ મયુરભાઈ સોની, સંયોજક જીગ્નેશભાઈ સોની તથા ભાવેશભાઈ બારોટ તેમજ સદસ્યો મહેન્દ્રભાઈ મોદી, રસીલાબેન મોદી, રાધાબેન સોની, પાયલબેન મહેશ્વરી ઉપસ્થિત રહી શાળાના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ તથા વરિષ્ઠ શિક્ષકોનું પ્રશસ્તિપત્ર અર્પણ કરી સન્માન કર્યું. શાળાના આચાર્ય મણીભાઈ સુથાર તથા મદદનીશ શિક્ષક એસ. જી. પંચાલે પ્રેરક પ્રવચન આપ્યું હતું. સુપરવાઇઝર દક્ષાબેન પટેલે આભારવિધિ કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડી. એ. કુંપાવતે કર્યું હતું. સમગ્ર સ્ટાફના સહકારથી કાર્યક્રમ સુંદર રહ્યો હતો
.





