BANASKANTHAGUJARATPALANPUR

કાંકરેજ ખાતે ‘સરદાર ૧૫૦ યુનિટી માર્ચ’ અંતર્ગત ભવ્ય પદયાત્રા યોજાઈ

19 નવેમ્બર જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા

પદયાત્રા દરમ્યાન દેશની એકતા અને અખંડિતતાનો સંદેશ ગુંજ્યો.ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતી નિમિત્તે ભારત સરકાર દ્વારા આયોજિત રાષ્ટ્રવ્યાપી અભિયાન ‘સરદાર@૧૫૦ યુનિટી માર્ચ’ અંતર્ગત આજે રાજ્યસભાના સાંસદશ્રી બાબુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને કાંકરેજ વિધાનસભા હેઠળની ભવ્ય પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પદયાત્રા એકતા અને રાષ્ટ્ર પ્રત્યેની પ્રતિબદ્ધતાનું પ્રતીક બની હતી. જેમાં તમામ સમાજના લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

દેશની એકતા, અખંડિતતા અને રાષ્ટ્રનિર્માણમાં સરદાર સાહેબના યોગદાનને બિરદાવવાના ઉદ્દેશ્ય સાથે યોજાયેલી આ પદયાત્રામાં યુવાનો, વિદ્યાર્થીઓ, સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ અને નગરજનો બહોળી સંખ્યામાં ઉત્સાહપૂર્વક જોડાયા હતા.પદયાત્રાનો પ્રારંભ વાળીનાથ મહાદેવ મંદિર થરા થી કરવામાં આવ્યો હતો. જ્યારે પદયાત્રાની પૂર્ણાહુતિ ઓગડ દેવ દરબાર ખાતે કરવામાં આવી હતી. પદયાત્રીઓએ “એક ભારત, આત્મનિર્ભર ભારત” અને રાષ્ટ્રીય એકતાના સૂત્રોચ્ચાર સાથે પદયાત્રા કરી હતી. સરદાર પટેલના આદર્શોને યુવાનોમાં પ્રેરિત કરવાનો અને રાષ્ટ્રભાવનાને વધુ મજબૂત બનાવવાનો પદયાત્રીઓએ સંકલ્પ કર્યો હતો.પદયાત્રા પૂર્વે અને તે દરમિયાન સ્વચ્છતા અભિયાન, વ્યસનમુક્તિ જાગૃતિ શિબિર અને યોગ શિબિર જેવા વિવિધ રચનાત્મક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે અગ્રણીશ્રી કિર્તીસિંહ વાઘેલા, બનાસ બેન્કના ચેરમેનશ્રી ડાહ્યાભાઈ પીલીયાતર સહિત પદાધિકારીઓ, અધિકારીશ્રીઓ અને બહોળી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!