તા.૧૪.૧૦.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદમાં ” વિકાસ પદયાત્રા ” અને સાંસ્કૃતિક કાર્યક્રમનું ભવ્ય આયોજન
વિકાસ સપ્તાહ કાર્યક્રમ અંતર્ગત દાહોદમાં પ્રભારી મંત્રી કુબેરભાઈ ડિંડોરના અધ્યક્ષ સ્થાને યોજાઇ જિલ્લા કક્ષાની વિકાસ યાત્રા ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ છેલ્લા ૨૪ વર્ષમાં ગુજરાતના યુવાઓને સશક્ત બનાવવા અને તેમની બુદ્ધિ પ્રતિભા અને ક્ષમતાઓને તક મળે તેવા વાતાવરણનું નિર્માણ કરવા અનેકવિધ પ્રયાસો કર્યા છે. વડાપ્રધાનશ્રીના સુશાસનના ૨૪ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ગુજરાતમાં તારીખ ૦૭ ઓક્ટોબરથી ૧૫ ઓક્ટોબર સુધી ‘વિકાસ સપ્તાહ’ની ઉજવણી કરવામાં આવી રહી છે. જે કાર્યક્રમ અંતર્ગત દાહોદના છાબ તળાવ ખાતેથી પ્રભારી મંત્રીશ્રી કુબેરભાઈ ડિંડોર અને જિલ્લા કલેકટર દાહોદ દ્વારા લીલી ઝંડી આપી વિકાસ યાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે પ્રભારી મંત્રી કુબેરભાઈ ડિંડોરે કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જન સેવા અને સમર્પણના ૨૪ વર્ષ પૂર્ણ કર્યા છે. આજથી ૨૪ વર્ષ પહેલા તેઓએ ૭ ઓક્ટોબર ૨૦૦૧ના રોજ ગુજરાતની ધૂરા સંભાળી ગુજરાતને દેશના વિકાસશીલ રાજ્ય માંથી વિકસિત રાજ્ય તરફ લઈ ગયા ગુજરાતનો વિકાસ જોઈ મોદી સાહેબને નાગરિકોએ દેશનું નેતૃત્વ કરવા ૨૦૧૪માં દેશના વડાપ્રધાન બનાવ્યા.સાથે જ તેમણે કહ્યું કે દાહોદ જિલ્લો આજે પ્રગતિના પંથે ચાલી રહ્યો છે દાહોદ સ્માર્ટ સિટી બન્યું દાહોદમાં અધતન શાળાઓ, લાઈબ્રેરી, રમત ગમત સંકુલ, મેડિકલ કોલેજ, આ વિકાસનું પ્રતીક છે. વડાપ્રધાનશ્રીનું ૨૦૪૭ માં દેશને વિકસિત ભારત બનાવવાનું સ્વપ્ન છે. તેમણે દેશના તમામ નાગરિકોને આત્મનિર્ભર બનાવવા વિવિધ યોજનાઓ માંથી લાભ આપીને આગળ લાવવાના કામ કરી રહ્યા છે ભારત દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ સ્વદેશી ચળવળ ચાલવી દેશના લોકોને સ્વદેશી વસ્તુઓ અપનાવી અપીલ કરી હતી. જેથી વડાપ્રધાનશ્રીએ “હર ઘર સ્વદેશી” અભિયાન અંતર્ગત દેશના તમામ નાગરિકોને આહવાન કર્યું છે કે, તમામ નાગરિકો સ્વદેશી વસ્તુઓ અપનાવી દેશને આર્થિક રીતે મજબૂત બનાવવા માટે મદદરૂપ બને જેથી ભારતને વિકસિત બનાવી શકાય. આ વિકાસ યાત્રાના સમાપન કાર્યક્રમ બાદ પ્રભારી મંત્રી કુબેરભાઈ ડીંડોરે દાહોદના છાબ તળાવની મુલાકાત લીધી હતી જિલ્લા કલેકટર યોગેશ નીરગુડેએ શાબ્દિક પ્રવચન આપતા કહ્યું હતું કે, રાજ્ય ભરમાં ઉજવાઈ રહેલા વિકાસ સપ્તાહ કાર્યક્રમ અંતર્ગત આજે વિકાસ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. વિકાસ સપ્તાહ ૭ ઓક્ટોબર થી ૧૫ ઓક્ટોબર સુધી ઉજવણી કરવાનું કારણ ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ૭ ઓક્ટોબના રોજ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે પદગ્રહણ કર્યું હતું. આજે તેઓના શાસનકાળના ૨૪ વર્ષ પૂર્ણ થઈ ચૂક્યા છે. ત્યારે આ વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. હર ઘર સ્વદેશી અભિયાન અંતર્ગત આપણે સૌ સ્વદેશી વસ્તુઓ અપનાવી દેશને આર્થિક રીતે મજબૂત બનાવવા માટે મદદરૂપ બનીએ.આ કાર્યક્રમમાં દાહોદ નગર પાલિકાના પ્રમુખ નીરજ દેસાઇ, દાહોદ નગર પાલિકાના ચીફ ઓફિસર દિપસિંહ હઠીલા, ઉપપ્રમુખ શ્રદ્ધાબેન ભડંગ , પ્રાંત અધિકારી દાહોદ મિલીંદ દવે, મામલતદાર દાહોદ પ્રદિપસિંહ ગોહિલ, નાયબ પોલીસ અધિક્ષક દાહોદ જગદિશ ભંડારી, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દાહોદ આરતસિંહ બારીયી, જિલ્લા માધ્યમિક શિક્ષણ અધિકારી દાહોદ એચ .એલ.દામા , રમત ગમત અધિકારી, સંબંઘિત વિવિધ વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ, આગેવાનો વડીલો દાહોદ શહેરીજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા