BANASKANTHATHARAD
થરાદ માર્કેટ યાર્ડ ખાતે અકસ્માતમાં મૃત્યુ પામેલા સાત લોકોના પરિવારને એક એક લાખના ચેક અર્પણ
વાત્સલ્યમ્ સમાચાર પ્રવીણભાઈ ચૌહાણ થરાદ
ધી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ થરાદ દ્વારા થરાદ તાલુકાના દસ થી સિત્તેર વર્ષ સુધીની વય જૂથના તમામ પ્રજાજનો માટે રૂપિયા એક લાખનો અકસ્માત વીમા કવચ લેવાયેલ છે જે અંતર્ગત આજ તા.૨૯/૦૯/૨૦૨૫ ને શુક્રવાર ના રોજ થરાદ માર્કેટયાર્ડ ખાતે માન. ચેરમેનશ્રી શૈલેષભાઇ પટેલ તથા બોર્ડ ઓફ ડીરેકટર્સશ્રીઓ તથા સેક્રેટરીશ્રી બી. એમ. પટેલની હાજરીમાં અકસ્માતે મૃત્યુ પામનાર ૭ મૃતકના વાલી વારસોને રૂપિયા એક એક લાખના ૭ ચેક આપવામાં આવેલ.
મૃતકનું નામ.
૧ રબારી ઈશ્વરભાઈ વશરામભાઈ મોરીલા,૨. રબારી નાગજીભાઈ બાળકાભાઈ ખોડા,.૩ પ્રજાપતિ વોહતાભાઈ ભેરાજી વાઘાસણ
૪ રબારી પ્રેમાભાઈ માધાભાઈ લુણાવા,૫.પટેલ નરસેંગભાઈ જગસીભાઈ મલુપુર,૬. કોળી જયંતિભાઈ જવાંનભાઈ લોઢનોર,૭ .ભીલ અશોકભાઈ હેમજીભાઈ ખાંનપુર