BANASKANTHAGUJARATKANKREJ

વડા ખાતે ઢટોસણા હનુમાનજી મંદિરે હનુમાન જયંતી નિમિતે ભવ્ય શોભાયાત્રા નીકળી..

વડા ખાતે ઢટોસણા હનુમાનજી મંદિરે હનુમાન જયંતી નિમિતે ભવ્ય શોભાયાત્રા નીકળી..

વડા ખાતે ઢટોસણા હનુમાનજી મંદિરે હનુમાન જયંતી નિમિતે ભવ્ય શોભાયાત્રા નીકળી..

ચૈત્રી પૂનમ એટલે મર્યાદા પુરષોતમ ભગવાન શ્રીરામ ના પરમ ભક્ત શ્રી હનુમાનજી ( મારૂતિ નંદન) નો જન્મ દિવસ આ પાવન દિને સમગ્ર દેશમાં હનુમાન જયંતિ પર્વની ઉજવણી તેમના ભક્તો દ્વારા કરવામાં આવે છે. જે અંતર્ગત ઓગડ તાલુકાના વડા ખાતે બિરાજમાન શ્રી ઢટોસણા હનુમાનજી દાદાના મંદિરે છેલ્લા ૧૯ વર્ષ થી દાદાના જન્મોત્સવની ભવ્ય ઉજવણી સમસ્ત વડા ગ્રામજનો તથા શ્રી રામ વાટિકાના સ્વયં સેવેકો દ્વારા કરવામાં આવે છે.દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ ચૈત્ર સુદ-૧૫ ને ગુરૂવાર તા.૦૨-૦૪-૨૦૨૬ ના રોજ હનુમાનજી ના જન્મોત્સવ ની ભવ્ય ઉજવણી નિમિતે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી.શ્રી ઢટોસણા હનુમાનજી દાદાના મંદિરેથી સવારે શોભાયાત્રા નીકળી વડા ગામની પ્રદક્ષિણા કરી નિજ મંદીરે પરત ફરી હતી. શોભાયાત્રા સમયે ગામજનો જોડાયા હતા. શોભાયાત્રા માં રામવાટીકા મિત્ર મંડળ તથા ગામજનો દ્વારા,યજ્ઞ હવન,પ્રભુ પ્રસાદ, છાશ, ચા- નાસ્તો,ઠંડુ પાણી વગેરેની વ્યવસ્થા કરવામા આવેલ. દાદાની ૧૦૦૮ દીવડાઓની મહા આરતી ઉતારી મહાપ્રસાદ લઈ સૌ ભક્તો છૂટા પડયા હતા.દર વર્ષની જેમ ચાલું વર્ષે પણ હજારો ભાવિક ભક્તોએ દાદાને શીશ નમાવ્યુ હતુ. શોભાયાત્રા માં સમસ્ત વડા ગ્રામજનો ભાવિક ભક્તો તથા શ્રીરામ વાટિકાના યુવાનો હાજર રહી ભારે જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
નટવર .કે .પ્રજાપતિ, થરા
મો.૯૯૭૯૫૨૧૫૩૦

Back to top button
error: Content is protected !!