BANASKANTHAGUJARAT

ઓગડ તાલુકાના થરામા પરંપરાગત શ્રીરામજી મંદિરેથી ભવ્ય શોભાયાત્રા નીકળી …

ઓગડ તાલુકાના થરામા પરંપરાગત શ્રીરામજી મંદિરેથી ભવ્ય શોભાયાત્રા નીકળી ...

ઓગડ તાલુકાના થરામા પરંપરાગત શ્રીરામજી મંદિરેથી ભવ્ય શોભાયાત્રા નીકળી …

ઓગડ તાલુકાના મુખ્ય મથક થરા જુના ગામતળમાં બિરાજમાન શ્રીરામચંદ્ર ભગવાન ની પ્રતિષ્ઠા મહોત્સવ નિમિતે ભવ્ય શોભાયાત્રા નિક્ળી હતી. માગશરસુદ-૪ ને સોમવાર તા. ૨૪/૧૧/૨૦૨૫ના રોજ થરાના વેપારીઓ અને થરાના નગરજનો પોતાના ધંધા રોજગાર બંધ રાખી ભગવાન શ્રી રામચંદ્રજી ના ગુણગાન ગાઈ નાઈ પીન્ટુ ખજૂમલભાઈના હસ્તે ધ્વજારોહણ કરી પૂજારી જોષી અમૃતભાઈ જેસુંગભાઈ (દેલવાડા)ના હસ્તે શ્રી બહુચર માતાજીના ઉપાસક નિરંજનભાઈ સોની,ફરસુભાઈ ઠક્કર,પ્રવીણભાઈ ઠક્કર સાગર ટ્રેડિંગ,હરિભાઈ સોની, દિનેશભાઈ સોનીની ઉપસ્થિતિ મા આરતી ઉતારી સવારે શોભાયાત્રા નીકળી થરા નગરની પ્રદક્ષિણા કરી નિજ મંદિરે પરત પહોચેલ.વિશાળ સંખ્યામા ભાવિક ભક્તજનો હાજર રહી ભગવાન શ્રીરામચંદ્રજી ની આરતી,પુજા કરી પ્રસાદ લઈ સૌ ભાવિક ભક્તજનોએ ધન્યતા અનુભવિ હતી.
નટવર.કે.પ્રજાપતિ ,થરા
Mo.99795 21540

Back to top button
error: Content is protected !!