થરા ખાતે સુન્ની મુસ્લિમ બિરાદરો દ્વારા હજરત મહંમદ પયંગબર સાહેબના જન્મ દીન નિમિત્તે ભવ્ય જુલુસ કાઢવામાં આવ્યુ.
થરા ખાતે સુન્ની મુસ્લિમ બિરાદરો દ્વારા હજરત મહંમદ પયંગબર સાહેબના જન્મ દીન નિમિત્તે ભવ્ય જુલુસ કાઢવામાં આવ્યુ.

થરા ખાતે સુન્ની મુસ્લિમ બિરાદરો દ્વારા હજરત મહંમદ પયંગબર સાહેબના જન્મ દીન નિમિત્તે ભવ્ય જુલુસ કાઢવામાં આવ્યુ.
ઈસ્લામ ધર્મના લોકો હજરત મોહમ્મદ પયંગબર સાહેબના જન્મ દિવસે ઈદ-એ-મિલાદ-ઉન -નબી ઈદ-એ-મિલાદના રૂપમાં ઉજવે છે.ઈસ્લામિક કેલેન્ડર અનુસાર આ તહેવાર ત્રીજા મહિનાના રબી-ઉલ-ઉબ્બલના ૧૨ માં દિવસે ઉજવવામાં આવે છે.હજરત મુહમ્મદ સાહેબના જન્મ દિવસના રૂપમાં ઉજવવામાં આવે છે.તેમને ઈસ્લામિક ધર્મના છેલ્લા પૈગંબર માનવામાં આવે છે.આ તહેવાર ઈસ્લામિક લોકોને એકતાના સૂત્રમાં બાંધે છે અને તેમને પૈગંબરની શિક્ષાઓને યાદ કરવાના અવસર પ્રદાન કરે છે. તહેવાર મુસ્લિમ લોકોને સમાજ સેવા માટે પ્રેરિત કરે છે અને ગરીબો,જરૂરીયાત મંદોની મદદ કરવા માટે પ્રોત્સાહિત કરે છે. અલ્લાહના સૌથી પહેલા પૈગંબર હજરત મોહમ્મદને જ પવિત્ર કુરાન અતા કરી હતી.તેના બાદ જ પૈગંબર સાહેબે પવિત્ર કુરાન નો સંદેશ દુનિયાના ભરના ખૂણે ખુણા સુધી પહોંચાડ્યો.ઈદ મિલાદ-ઉન-નબીનો ઈતિહાસ ઈસ્લામિક ધર્મના પૈગંબર હજરત મુહમ્મદ સાહબના જન્મ સાથે જોડાયેલો છે.આમ સમગ્ર દુનિયા માં આ તહેવારની ઉજવણી કરવામાં આવે છે.ત્યારે કાંકરેજના વહેપારી મથક થરા ખાતે સુન્ની મુસ્લિમ સમાજ દ્વારા મોહ્યુદીનભાઈ મોરવાડીયા, જમાલખાન ઘોરીની ઉપસ્થિતિ મા નાના ભૂલકાઓને ઊંટગાડી ઘોડા સવારી રીક્ષામાં બેસાડી લીમડાવાસથી નીકળી જુલૂસ નીકળી જુના ગામતળ ખાતે જુમ્મા મસ્જિદે પહોંચ્યું હતું.આ જુલૂસમાં નાત ખાની નારે તકબીર અલ્લાહ હું અકબરના નારા સાથે મીઠી વાનગી ચોકલેટ બિસ્કીટ જેવી ખાધ્ય ચીજ વસ્તુઓ પાણી શરબત ઠંડાપીણાં સાથે લોકોને વહેંચવામાં આવી હતી. ત્યારબાદ હઝરત મહમદ સાહેબના બાલ મુબારક ની જિયારત કરવામાં આવી હતી આમ નીયાજ (પ્રસાદી) ખાઈ બાદ જુલૂસ નું સમાપન કરવામાં આવ્યું હતુ.
નટવર કે. પ્રજાપતિ, થરા
મો., 99795 21530






