GUJARATKUTCHMUNDRA

મુંદરામાં ૨૨૬મી જલારામ જયંતિની પૂર્વ સંધ્યાએ ભવ્ય ‘રઘુવંશી બાઈક રેલી’ યોજાઈ 

રિપોર્ટ : પુજા ઠક્કર, મુંદરા-કચ્છ.

 

મુંદરામાં ૨૨૬મી જલારામ જયંતિની પૂર્વ સંધ્યાએ ભવ્ય ‘રઘુવંશી બાઈક રેલી’ યોજાઈ 

 

મુંદરા, તા. 28 : પરમ પૂજ્ય સંત શિરોમણી વીરપુરવાળા શ્રી જલારામ બાપાની ૨૨૬મી જન્મજયંતિની પૂર્વ સંધ્યાએ મુંદરા લોહાણા મહાજન પ્રેરિત અને મુંદરા લોહાણા યુવક મંડળ દ્વારા એક ભવ્ય ‘રઘુવંશી બાઈક રેલી’ યોજવામાં આવી હતી. આ રેલીની શરૂઆત બારોઈ સ્થિત શીતલા માતા મંદિરના પવિત્ર મેદાનમાંથી થઈ હતી અને તે બારોઈ રોડ પરથી પસાર થઈને ખારવા ચોક ખાતે સંપન્ન થઈ હતી. આ ધાર્મિક કાર્યક્રમમાં લોહાણા જ્ઞાતિના ભાઈઓ અને બહેનો બહોળી સંખ્યામાં ઉત્સાહભેર જોડાયા હતા. સમગ્ર રેલી દરમિયાન જલારામ બાપાના ભક્તિ ગીતો ગુંજી ઉઠ્યા હતા જેના પર સૌ કોઈ ઝૂમી રહ્યા હતા અને ‘જય જલારામ’ના નાદથી વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. આ ભવ્ય આયોજન દ્વારા રઘુવંશી સમાજની એકતા અને ધર્મ પ્રત્યેની અતુટ આસ્થાના સુંદર દર્શન થયા હતા.

આ ભવ્ય આયોજનને સફળ બનાવવા માટે મુન્દ્રા લોહાણા મહાજન, યુવક મંડળ અને મહિલા મંડળના હોદ્દેદારોએ સરાહનીય જહેમત ઉઠાવી હતી. આ ધાર્મિક કાર્યમાં દાતાશ્રીઓએ પણ ઉદાર હાથે સહયોગ આપ્યો હતો. આ બાઈક રેલી માત્ર એક કાર્યક્રમ નહોતો પરંતુ સમગ્ર રઘુવંશી સમાજ માટે ધર્મ પ્રત્યેની આસ્થા અને સામાજિક એકતાને ઉજાગર કરતો એક મહત્ત્વનો પ્રસંગ બની રહ્યો હતો.

 

 

વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો :

-પુજા ઠક્કર,

9426244508,

ptindia112@gmail.com

Back to top button
error: Content is protected !!