GUJARATHALOLPANCHMAHAL

હાલોલ:સ્વામી વિવેકાનંદજીની જન્મ જયંતિ તથા રાષ્ટ્રીય યુવા દિવસ ની ઉજવણી નિમિત્તે શારદા વિદ્યા મંદિર શાળા દ્વારા ભવ્ય રેલી યોજાઇ હતી 

 

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૧૩.૧.૨૦૨૫

હાલોલ ગોધરા રોડ સ્થિત શારદા વિદ્યા મંદિર શાળા દ્વારા રાષ્ટ્રીય યુવા દિવસ, જે દર વર્ષે 12 જાન્યુઆરી ના રોજ ઉજવવામાં આવે છે તે નિમિત્તે શાળાના અંગ્રેજી તથા ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ, શિક્ષક ગણ તેમજ શાળાના આચાર્ય સહિત હાલોલ ના રાજમાર્ગો પર ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો આ સૂત્ર સાથે સ્વામી વિવેકાનંદ તેમના આદર્શો અને વિચારો માટે દેશ અને દુનિયામાં જાણીતા છે. યુવાનોને સ્વામી વિવેકાનંદના વિચારોથી પ્રેરિત કરવા દર વર્ષે તેમની જન્મ જયંતિ નિમિત્તે 12 જાન્યુઆરીએ રાષ્ટ્રીય યુવા દિવસ ઉજવવામાં આવે છે. યુવાનોનું પ્રથમ પગથિયું એટલે શાળા, એક મહત્વપૂર્ણ ભાગ ભજવે છે.આજ હેતુને સાકાર કરવા માટે તથા વિદ્યાર્થીઓ માં ધ્યેયના નિર્ધારણ અને તેની પ્રાપ્તિ માટે હર હંમેશ પ્રવૃત્તિશિલ, કર્મશીલ બનવા માટે સ્વામી વિવેકાનંદને સમજવા ખૂબ જ જરૂરી છે અને તેની સમજણ પૂરી પાડવા માટે અમારી શાળા દ્વારા વિદ્યાર્થીઓને તેમના જીવન ચરિત્ર ની માહિતી આપવામાં આવી હતી.દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી પણ તેમના ભાષણોમાં વારંવાર કહે છે કે જો આપણા યુવાનો સશક્ત થશે તો આપણો દેશ શક્તિશાળી બનશે.તે હેતુ ને પરિપૂર્ણ કરવા માટે આ રેલીનું સફળતા પૂર્વક આયોજન કર્યું હતું.

Oplus_131072
Oplus_131072

Back to top button
error: Content is protected !!