આણંદપુરામા ફાર્મ હાઉસ ખાતે શ્રી ચેહર માતાજી ની ભવ્ય રમેલ યોજાઈ.
આણંદપુરામા ફાર્મ હાઉસ ખાતે શ્રી ચેહર માતાજી ની ભવ્ય રમેલ યોજાઈ.

આણંદપુરામા ફાર્મ હાઉસ ખાતે શ્રી ચેહર માતાજી ની ભવ્ય રમેલ યોજાઈ.
ચૈત્ર મહિનો એટલે શ્રધ્ધા ભક્તિ ભાવ અને આરાધનાનો ત્રિવેણી સંગમયુક્ત મહિનો ચૈત્ર મહિનામાં ભક્તિ ભાવ અને દૈવી કર્મ વિશેષ જોવા મળતા હોય છે.આદ્ય શક્તિશ્રી જગદંબામાની ચૈત્રી નવરાત્રી ચાલી રહી છે.ત્યારે ઓગડ તાલુકાના આણંદપુરા મા ભુવાજી પરાગભાઈ પ્રજાપતિના ફાર્મ હાઉસ ખાતે બિરાજમાન શ્રી ચેહર માતાજીના મંદિરે સ્વ. અંબારામભાઈ હરિભાઈ પ્રજાપતિ પરિવાર દ્વારા શ્રી ચેહર માતાજી ની ભવ્ય રમેલનું આયોજન ચૈત્રસુદ ચોથ ને રવિવાર તા.૨૨/૦૩/૨૦૨૬ ના રોજ રાત્રે ભુવાજી રામાભાઈ અંબારામભાઈ પ્રજાપતિ, ભુવાજી પરાગભાઈ પ્રજાપતિ, ભુવાજી જયંતીભાઈ ધરમશીભાઈ પ્રજાપતિ ગાંધીધામ,ભુવાજી પ્રહલાદભાઈ ધરમશીભાઈ પ્રજાપતિ મહેસાણાની પાવન નિશ્રામાં ઊણ પરગણા પ્રજાપતિ સમાજ ના પ્રમુખ રામજીભાઈ,મંત્રી ઉમેશભાઈ નેકારીયા,શિક્ષક જીવતલાલ પ્રજાપતિ,પ્રેસ રિપોર્ટર નટુભાઈ પ્રજાપતિ થરા, ડૉ.પરષોત્તમભાઈ પ્રજાપતિ, વાસુભાઈ પ્રજાપતિ,સરપંચ મેરૂજી હમીરજી ની ઉપસ્થિતિમાં મહેમાનોએ ભોજન પ્રસાદ લીધા બાદ રાત્રે ભવ્ય રમેલ (જાતર) નું આયોજન કરવામાં આવેલ.કુંવાસીઓને સ્વ. અંબારામબા પરિવાર દ્વારા ભેટપુજા કરેલ કુંવાસીઓ ગરબે ઘૂમ્યા બાદ આજુબાજુ ગામોના તથા પ્રજાપતિ સમાજના અનેક ભુવાજીઓએ રાત્રે રમેલની રમઝટ બોલાવેલ સવારે શુભ ચોઘડિયે સૂર્યદેવની સાક્ષીએ દેવી દેવતાઓને તેલ ફૂલ ચડાવેલ.દેવી દેવતાઓની આરતી ઉતારી સૌ છુટા પાડ્યા હતા.
નટવર કે. પ્રજાપતિ,થરા
મો 99795 21530





