BODELICHHOTA UDAIPURGUJARAT

બોડેલીમાં ઐતિહાસિક પદયાત્રા સંઘનું ભવ્ય સ્વાગત

નાના અંબાજી જીવનપુરાથી શક્તિપીઠ પાવાગઢ સુધીની ઐતિહાસિક પદયાત્રા આજે બોડેલી નગરમાં પહોંચતા સમગ્ર શહેરમાં ધાર્મિક ભક્તિ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો, હજારો ભક્તો જય માનીના નાદ સાથે પ્રવેશતા બોડેલીના આગેવાનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. નસવાડી, સંખેડા, તિલકવાડા સહિતના વિસ્તારોમાંથી જોડાયેલા આ સંઘ સાથે આવેલા સેંકડો ટ્રેક્ટર, પિકઅપ ગાડીઓ અને છકડાને અનુસરી ઢોકલીયા વિસ્તારમાં મેળા જેવો માહોલ સર્જાયો હતો. અંદાજે 80 કિમીની આ યાત્રા લગભગ છેલ્લા 200 વર્ષથી અવિરત રીતે ચાલી રહી છે અને આ વર્ષે પણ 5000થી વધુ માઇભક્તો આ પરંપરામાં જોડાયા છે. બોડેલીના સત્યનારાયણ મંદિર ખાતે ભક્તો માટે રોકાણ અને પ્રસાદની સુવ્યવસ્થા કરવામાં આવી હતી, અને સવારના સમયે ગીત-ભજન અને જયકારો સાથે સંઘ પાવાગઢ તરફ રવાના થયો હતો. ભક્તો આ યાત્રાને માત્ર ધાર્મિક વિધિ તરીકે નહીં પરંતુ આસ્થા, સમર્પણ અને એકતાનું જીવંત પ્રતીક માને છે, જે દર વર્ષે પાવાગઢ મહાકાળી માતાના ચરણોમાં પૂર્ણ થાય છે.
રિપોર્ટર તોસીફ ખત્રી

Back to top button
error: Content is protected !!