ભારતીય શેરબજારમાં ફંડોની દરેક ઉછાળે સાવચેતી યથાવત…!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૩.૧૨.૨૦૨૫ ના રોજ…

બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૫૫૬૭ સામે ૮૫૬૯૦ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૮૫૩૪૨ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…દિવસ દરમ્યાન સરેરાશ ૩૬૧ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૪૨ પોઈન્ટના ઘટાડા સાથે ૮૫૫૨૪ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૬૧૯૭ સામે ૨૬૨૪૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૬૧૬૩ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૯૬ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૪ પોઈન્ટના ઉછાળા સાથે ૨૬૨૦૨ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

વૈશ્વિક ફંડો ગુરૂવારના ક્રિસમસથી હોલીડે મૂડને લઈ બજારમાં સક્રિયતા ઘટતાં પૂર્વે ફંડોએ આજે તેમના પોર્ટફોલિયોની નેટ એસેટ વેલ્યુ ગેમ શરૂ કર્યા સાથે ઘટયા ભાવે શેરોમાં વેલ્યુબાઈંગની વ્યાપક તક ઝડપતાં સપ્તાહની શરૂઆતમાં પોઝીટીવ માહોલ જોવા મળ્યો હતો, પરંતુ સપ્તાહના બીજા કારોબારી દિવસે ભારતીય શેરબજારમાં અફડાતફડીના અંતે સાવચેતીનો માહોલ જોવા મળ્યો હતો.

નવેમ્બર મહિનાના ઈન્ફ્રાસ્ટ્રકચર ઉદ્યોગના સારા આંકડા, ભારત-ઓમાન ટ્રેડ ડિલ બાદ હવે ન્યુઝિલેન્ડ સાથે એફટીએ વાટાઘાટ પૂર્ણ થયાની પોઝિટીવ અસર તેમજ વૈશ્વિક બજારોમાં અમેરિકામાં ફુગાવાનો આંક પાછળ વ્યાજ દરમાં ઘટાડાની શકયતા વધતાં સાથે નવેમ્બર માસના પાયાના ઉદ્યોગોના ઉત્પાદનના આંકડા એકંદર પોઝિટીવ આવતાં વર્ષના અંતની સાથે અમેરિકી ડોલર સામે રૂપિયો આજે નબળો પડતા મંદી જોવા મળતા દિવસ દરમિયાન બજારમાં મિશ્ર વલણ જોવા મળ્યું હતું.

કરન્સી માર્કેટની વાત કરીએ તો, મંગળવારે શરૂઆતના વેપારમાં ભારતીય મૂડી બજારમાંથી વિદેશી ભંડોળના પ્રવાહ વચ્ચે ભારતીય રૂપિયો અમેરિકન ડોલર સામે નબળો પડ્યો હતો, જયારે વૈશ્વિક ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો નોંધાયો હતો.

સેક્ટર મુવમેન્ટ… બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૦૭% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૩૮% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર આઈટી, ફોકસ્ડ આઇટી, પીએસયુ બેન્ક, હેલ્થકેર, રિયલ્ટી, કંઝ્યુમર ડ્યુરેબલ્સ, કંઝ્યુમર ડિસ્ક્રીશનરી અને બેન્કેક્સ સેક્ટરમાં ઘટાડો નોંધાયો હતો, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા.

બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૩૮૨ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૮૯૨ અને વધનારની સંખ્યા ૨૨૯૨ રહી હતી, ૧૯૮ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૭ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૭ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

સેન્સેક્સ સમાવિષ્ટ શેરોમાં મુખ્યત્વે આઈટીસી લિ. ૧.૨૭%, અલ્ટ્રાટેક સિમેન્ટ ૧.૨૪%, ટાટા મોટર્સ પેસેન્જર ૧.૦૯%, ટાટા સ્ટીલ ૧.૦૩%, એચડીએફસી બેન્ક ૦.૯૧%, એનટીપીસી ૦.૭૫%, પાવર ગ્રીડ કોર્પોરેશન ૦.૭૪% કોટક બેન્ક ૦.૫૫% અને એચસીએલ ટેકનોલોજી ૦.૫૩% વધ્યા હતા, જયારે ઈન્ફોસિસ લિ. ૧.૨૮%, ભારતી એરટેલ ૧.૧૫%, અદાણી પોર્ટ્સ ૦.૯૫%, સન ફાર્મા ૦.૯૧%, ટેક મહિન્દ્ર ૦.૮૮%, ઈટર્નલ લિ. ૦.૮૪% એક્સિસ બેન્ક ૦.૬૮%, મારુતિ સુઝુકી ૦.૪૭% ટ્રેન્ટ લિ. ૦.૪૬% અને ટીસીએસ લિ. ૦.૪૩% ઘટ્યા હતા.

ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટી ફ્યુચરમાં અફડાતફડી સાથે મીડકેપ, સ્મોલકેપ શેરોમાં લેવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન ૦.૩૮ લાખ કરોડ વધીને ૪૭૫.૭૦ લાખ કરોડ રહ્યું હતું. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સની ૩૦ કંપનીઓમાંથી ૧૩ કંપનીઓ વધી અને ૧૭ કંપનીઓ ઘટી હતી.

બજારની ભાવિ દિશા…. મિત્રો, વર્તમાન વર્ષમાં લાર્જ તથા મેગા-કેપ કંપનીઓની માર્કેટ કેપમાં થયેલા નોંધપાત્ર વધારાથી ભારતીય શેરબજારની ભાવિ દિશા અંગે એક સ્પષ્ટ સંકેત મળે છે. ઊંચી વોલેટિલિટી છતાં, રોકાણકારોનું વલણ હવે મજબૂત બેલેન્સ શીટ, સ્થિર કમાણી અને માર્કેટ લીડરશિપ ધરાવતી કંપનીઓ તરફ ઝુકતું દેખાઈ રહ્યું છે. સેન્સેક્સ અને નિફટી દ્વારા નવી ઊંચાઈ સ્પર્શવી એ દર્શાવે છે કે લાંબા ગાળે ભારતીય અર્થવ્યવસ્થાની વૃદ્ધિ યથાવત્ છે. વૈશ્વિક અનિશ્ચિતતા, વ્યાજદર અને જીઓપોલિટિકલ તણાવ વચ્ચે પણ દેશની મોટી કંપનીઓ પર વિદેશી તથા સ્થાનિક સંસ્થાગત રોકાણકારોનો વિશ્વાસ ટક્યો છે, જે આગામી સમયમાં બજારને વધુ સ્થિરતા આપી શકે છે.

આગામી સમયમાં ભારતીય શેરબજારમાં પસંદગી આધારિત રોકાણ વધુ મહત્વનું બનશે. મિડ-કેપ અને સ્મોલ-કેપ સેગમેન્ટમાં ટૂંકાગાળે દબાણ રહી શકે છે, ખાસ કરીને જ્યાં મૂલ્યાંકન ઊંચા છે, જ્યારે લાર્જ-કેપ સ્ટોક્સમાં વૃદ્ધિ યથાવત્ રહેશે. એસઆઈપી મારફત સતત આવતું નાણાંપ્રવાહ બજારને લાંબા ગાળે આધાર આપશે, પરંતુ રોકાણકારો હવે ગુણવત્તા, કમાણીની દૃશ્યતા અને મેનેજમેન્ટ પર વધુ ધ્યાન આપતા જોવા મળશે. પરિણામે, આવનારા વર્ષોમાં ભારતીય શેરબજારનો ટ્રેન્ડ “વોલ્યુમથી વધુ ગુણવત્તા” તરફ વળતો રહેશે અને મજબૂત ફંડામેન્ટલ ધરાવતી મોટી કંપનીઓ બજારને દિશા આપતી રહેશે.

તા.૨૪.૧૨.૨૦૨૫ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે…

  • તા.૨૩.૧૨.૨૦૨૫ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૨૬૨૦૨ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૨૬૦૮૮ પોઈન્ટના પ્રથમ અને ૨૬૦૦૮ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સપોર્ટથી ટ્રેડીંગ સંદર્ભે ૨૬૨૭૨ પોઈન્ટ થી ૨૬૩૦૩ પોઈન્ટ આસપાસ અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચર ૨૬૦૦૮ પોઈન્ટ નજીક સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી જોઇએ….!!!

હવે જોઈએ સ્ટોક સ્પેસિફિક રેન્જ મૂવમેન્ટ

  • જેએસડબલ્યુ સ્ટીલ ( ૧૦૯૭ ) :- આયર્ન એન્ડ સ્ટીલ સેક્ટરની આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૦૮૮ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૦૮૦ ના સ્ટ્રોંગ સપોર્ટથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૧૦૯ થી રૂ.૧૧૧૩ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૧૨૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!
  • અદાણી પોર્ટ્સ ( ૧૪૯૪ ) :- A /T+1 ગ્રુપનો આ સ્ટોક રૂ.૧૪૭૭ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૪૭૦ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૧૫૦૩ થી રૂ.૧૫૧૫ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે…!!
  • એક્સીસ બેન્ક ( ૧૨૨૫ ) :- રૂ.૧૨૦૬ નો પ્રથમ તેમજ રૂ.૧૧૯૭ બીજા સપોર્ટથી પ્રાઇવેટ બેન્ક સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૨૩૭ થી રૂ.૧૨૪૪ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!!
  • ઓરબિંદો ફાર્મા ( ૧૨૧૮ ) :- ફાર્મા સેક્ટરનો આ સ્ટોક ટ્રેડીંગલક્ષી રૂ.૧૨૩૩ થી રૂ.૧૨૪૦ ના ભાવ સપાટીની રેન્જ મુવમેન્ટ ધરાવે છે…!! અંદાજીત રૂ.૧૧૯૦ નો સ્ટ્રોંગ સપોર્ટ ધ્યાને લેવો…!!!
  • અદાણી એનર્જી ( ૯૯૪ ) :- રૂ.૧૦ ની ફેસવેલ્યુ ધરાવતા પાવર ડિસ્ટ્રીબ્યુશન સેક્ટરનો ફન્ડામેન્ટલ આ સ્ટોક રૂ.૯૭૩ નાં સ્ટ્રોંગ સપોર્ટને ધ્યાને લઈ તેજી તરફી રૂ.૧૦૦૩ થી રૂ.૧૦૧૩ આસપાસ ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
  • ઈન્ફોસીસ લિ. ( ૧૬૬૧ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ કમ્પ્યુટર્સ – સોફ્ટવેર અને કન્સલ્ટિંગ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૬૮૩ આસપાસ સપોર્ટથી રૂ.૧૬૪૪ થી રૂ.૧૬૩૬ ના નીચા મથાળે ભાવ સપાટીની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૬૯૦ નો સપોર્ટ ખાસ ધ્યાને લેવો..!!
  • રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ( ૧૫૭૦ ) :- રૂ.૧૫૮૮ આસપાસ ઓવરબોટ પોઝિશનની શક્યતાએ આ સ્ટોક રૂ.૧૫૯૫ ના સપોર્ટ તબક્કાવાર રૂ.૧૫૫૭ થી રૂ.૧૫૪૪ ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૬૦૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!
  • ભારત ફોર્જ ( ૧૪૬૦ ) :- ઓટો કમ્પોનન્ટ્સ અને ઇક્વિપ્મેંટ સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૪૮૪ આસપાસનાં સપોર્ટથી પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૪૪૮ થી રૂ.૧૪૩૭ ભાવની આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
  • આઈસીઆઈસીઆઈ બેન્ક ( ૧૩૬૩ ) :- પ્રાઇવેટ બેન્ક સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૩૭૭ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૩૫૭ થી રૂ.૧૩૫૦ ના ભાવ સપાટી આસપાસ ટ્રેડીંગ રેન્જ ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૩૮૫ નો સપોર્ટ ધ્યાને લેવો…!!!
  • ગોદરેજ કન્ઝ્યુમર ( ૧૧૯૭ ) :- રૂ.૧૨૧૩ આસપાસ ઓવરબોટ પોઝીશન સ્થિતિ નોંધાવતા આ સ્ટોક રૂ.૧૨૨૦ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૧૧૮૭ થી રૂ.૧૧૮૦ નો ભાવ આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૨૨૮ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

By Ravi Bhatt – SEBI Registered Research Analyst – INH000012591 | Disclaimer – https://www.capsavaj.com/policies

The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read and agree Disclaimer and related all the documents carefully before investing, mentioned on www.nikhilbhatt.in

Back to top button
error: Content is protected !!