BANASKANTHAGUJARATKANKREJ

થરા ખાતે “પ.પૂ.શ્રી બ્રહ્મલીન નારાયણ સ્વામી બાપુ” ની ૨૪ મી શ્રધ્ધાંજલી નિમિત્તે ભવ્ય સંતવાણી કાર્યક્રમ યોજાયો..

કાંકરેજ તાલુકાના વહેપારી મથક થરા ખાતે ટોટાણા રોડ ઉપર આવેલ કુમ કુમ પાર્ટી પ્લોટના આંગણે જય નારાયણ ભજન મિત્ર મંડળ દ્વારા “પરમ પૂજ્ય સ્વરસિદ્ધ બ્રહ્મલીન શ્રી નારાયણ સ્વામી બાપુ” ની ૨૪ મી શ્રધ્ધાંજલી નિમિત્તે ભવ્ય સ્વરાંજલી સંતવાણી

થરા ખાતે “પ.પૂ.શ્રી બ્રહ્મલીન નારાયણ સ્વામી બાપુ” ની ૨૪ મી શ્રધ્ધાંજલી નિમિત્તે ભવ્ય સંતવાણી કાર્યક્રમ યોજાયો..

કાર્યક્રમ તા.૨૧/૦૯/૨૦૨૪ ને શનિવાર રોજ રાત્રે ૧૦ કલાકે યોજાયો હતો.ભજનીક ગોહિલ ધ્રુપદસિંહ અમદાવાદ, તબલા ઉસ્તાદ શબ્બીરભાઈ રાજકોટ, મહેંદીભાઈ રાજકોટ,બેન્જો ઉસ્તાદ રતનદાસ સાધુ, મંજીરાવાદક લાલાભાઈ ઠાકર અમદાવાદ, કેતન રાણા રાધનપુર વાળાએ ભજનની રમઝટ બોલાવી હતી.આ પ્રસંગે ચા-નાસ્તો શાહ જ્યોત્સનાબેન વિનોદભાઈ નકોડા ગ્રુપ અમદાવાદ,મિનરલ પાણી પિન્ટુજી ઠાકોર ઓમ વોટર પ્લાન્ટ,મંડપ કુમ કુમ પાર્ટી પ્લોટ જનક ઠક્કર,મિથુન ઠક્કર, સાઉન્ડ ત્રિદેવ સાઉન્ડ કંબોઈ, શાલ ચંદ્રેશ જે.સોની તરફ થી આપવામાં આવેલ.ત્યારે થરા નગર પાલિકા પ્રમુખ નિરંજનભાઈ જે.સોની,પૂર્વપ્રમુખ વિનોદજી ઠાકોર,નિવૃત આચાર્ય મહાદેવભાઈ બારોટ ઈન્દ્રમાણા, કાંતિભાઈ જોષી (કેલાલ પેન્ટર), દેવ પુરોહિત,ગૌસ્વામી વિષ્ણુભારથી પ્રભાતભારથી વડા સહીત તાણા- થરા નગર જનો વિશાળ સંખ્યામાં હાજર રહી પ.પૂ.શ્રી બ્રહ્મલીન નારાયણ સ્વામી બાપુ”ને તેમજ સ્વ. નરેશભાઈ મહાદેવભાઈ બારોટને શ્રદ્ધાસુમાન અર્પણ કર્યા હતા.
નટવર.કે.પ્રજાપતિ,થરા
મો.,૯૯૭૯૫ ૨૧૫૩૦

 

Back to top button
error: Content is protected !!