વાત્સલ્યમ્ સમાચાર
દિપક પટેલ-ખેરગામ
ખેરગામ:ખેરગામ બિરસા મુંડા સર્કલ પાસેથી ધારા સભ્ય નરેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને તિરંગા યાત્રા નીકળી ખેરગામ રામજી મંદિર મેઇન બજાર ઝંડા ચોક ગાંધી સર્કલ થઈ આંબેડકર સર્કલ ખાતે સંપન્ન થઈ હતી.આ ભવ્ય તિરંગા યાત્રામાં ભારતમાતાના નારાઓ સાથે સ્વતંત્રતા સેનાનીઓની વેશભુષા ધારણ કરેલા બાળકો, તેમજ પોલીસકર્મીમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.ખેરગામ તાલુકા વહીવટી તંત્ર જનતા માધ્યમિક શાળા અને પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ મહિલાઓ,યુવાનો સહિત દરેક ક્ષેત્ર સાથે સંકળાયેલા મહાનુભાવો સાથે ખેરગામ સહિત તાલુકાના સરપંચો અગ્રણીઓએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી તિરંગા યાત્રાને સફળ બનાવી હતી.તિરંગા યાત્રાનું ઠેર ઠેર ફૂલ વર્ષા વરસાવીને સ્વાગત કરવામાં આવ્યું હતું.તિરંગા યાત્રા કાઢવાનો મુખ્ય હેતુ લોકોમાં રાષ્ટ્રપ્રેમ અને એકતાની ભાવના જાગૃત કરવાનું હોવાનું જણાવ્યું હતું.