શહેરામાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન, દેશભક્તિનો માહોલ છવાયો

પંચમહાલ શહેરા
નિલેશભાઈ દરજી શહેરા
શહેરા: રાષ્ટ્રીય સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટી (ભાજપ), શહેરા વિધાનસભા દ્વારા “હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા: સ્વતંત્રતા કા ઉત્સવ, સ્વચ્છતા કે સંગ” થીમ હેઠળ એક ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ રાષ્ટ્રધ્વજનું સન્માન અને સ્વચ્છતાનો સંદેશ ફેલાવવાનો હતો.
આ તિરંગા યાત્રાનું પ્રસ્થાન શહેરા નગરપાલિકા ખાતેથી થયું હતું. યાત્રા હોળી ચકલા, ભાવસાર દવાખાનું, બસ સ્ટેન્ડ અને પોલીસ ચોકી થઈને અણીયાદ ચોકડી પર આવેલા ધારાસભ્ય કાર્યાલય ખાતે સમાપ્ત થઈ હતી.
આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં જિલ્લા પંચાયત સદસ્યો, તાલુકા પંચાયત સદસ્યો, શહેરા નગરપાલિકાના તમામ સભ્યો, સરપંચો, ભારતીય જનતા પાર્ટીના જીગ્નેશભાઈ પાઠક સહિતના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ જોડાયા હતા. આ ઉપરાંત, શહેરાના મામલતદાર ધર્મેન્દ્ર પટેલ,શહેરા વન વિભાગના આર.એફ.ઓ. રોહિત પટેલ સહિતની ટીમ અને એસ.જે. દવે હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ, શહેરા પોલીસ સ્ટેશનના જવાનો અને હોમગાર્ડ જવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા સંચાલિત રેસ્ક્યુ ટીમના સભ્યો પણ આ યાત્રામાં જોડાયા હતા.આ યાત્રામાં સૌએ ગૌરવભેર રાષ્ટ્રધ્વજ લહેરાવી દેશભક્તિનો સંદેશ ફેલાવ્યો હતો, જેનાથી સમગ્ર શહેરામાં દેશભક્તિનો માહોલ છવાઈ ગયો હતો





