BSFની તાલીમ પૂર્ણ કરી વતન કાટેડીયા ખાતે પધારતા ગ્રામજનો ભવ્ય સ્વાગત કર્યું.
ઓગડ તાલુકાના કાટેડીયાના ઠાકોર વિક્રમજી દિનેશજી BSF મા ૧૧ મહિના તાલીમ પૂર્ણ કરી માદરે વતન કાટેડીયા ખાતે પાધરતા

BSFની તાલીમ પૂર્ણ કરી વતન કાટેડીયા ખાતે પધારતા ગ્રામજનો ભવ્ય સ્વાગત કર્યું.
ઓગડ તાલુકાના કાટેડીયાના ઠાકોર વિક્રમજી દિનેશજી ધો. ૧ થી ૮ કાટડીયા પ્રા. શાળા અને ધો. ૯ થી ૧૨ સાસુ -વહુ ઉત્તર બુનિયાદી વિદ્યામંદિર રાજપુર તા.ઓગડ ખાતે અભ્યાસ બાદ જી.વી.વાઘેલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ વખા ખાતે કોલેજ કરી STC ઉધમપુર જમ્મુ એન્ડ કાશ્મીર ખાતે BSF મા ૧૧ મહિના તાલીમ પૂર્ણ કરી માદરે વતન કાટેડીયા ખાતે પાધરતા ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.ઠાકોર સમાજના અગ્રણી વેનાજી દોલાજી ઠાકોરે જણાવ્યું હતું કે અમારા કાટેડિયા ગામ તથા સમગ્ર ઠાકોર સમાજ માટે ગૌરવ ની ક્ષણ છે કે ગામના ગૌરવ સમાન યુવાન ઠાકોર વિક્રમજી દિનેશજીએ દેશસેવામાં અગ્રણી એવી બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF) ની કઠિન અને શિસ્ત સભર તાલીમ સફળતા પૂર્વક પૂર્ણ કરી આજરોજ તા.૦૨/૦૨/૨૦૨૬ ને સોમવાર ના રોજ સવારે માદરે વતન પરત ફર્યા છે.BSF જેવી પ્રતિષ્ઠિત સુરક્ષા દળમાં પસંદગી મેળવવી અને તેની કઠિન તાલીમ સફળતા પૂર્વક પૂર્ણ કરવીએ અસાધારણ પરિશ્રમ, આત્મનિષ્ઠા અને અખંડ દેશપ્રેમ નું ઉત્તમ ઉદાહરણ છે.તેમની આ સિદ્ધિથી સમગ્ર કાટેડિયા ગામમાં આનંદ અને ગૌરવનો માહોલ છવાયો હતો.વિક્રમજી ઠાકોરના વતન આગમન પ્રસંગે બનાસબેંક ઈન્સ્પેક્ટર ચંદુજી ઉણેચા (CVThakor),પરિવારજનો, ગ્રામજનો તથા સમાજના આગેવાનોએ ફુલહાર પહેરાવી શાલ ઓઢાડી ઉમંગભેર સ્વાગત કરી શુભેચ્છાઓ પાઠવી હતી. યુવાનોને દેશસેવા માટે પ્રેરણા મળે તેવો સંદેશ પ્રસરી રહ્યો છે.
નટવર કે.પ્રજાપતિ,થરા
મો. 99795 21530





