આદર્શ વિદ્યાલય, વિસનગર ખાતે ધો-10 અને 12 ના વિદ્યાર્થીઓનો શુભેચ્છા તથા દીક્ષાંત સમારોહ યોજાયો
15 ફેબ્રુઆરી જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ સંચાલિત આદર્શ વિદ્યાલય, વિસનગર ખાતે ધોરણ-10 અને 12 ના વિદ્યાર્થીઓનો શુભેચ્છા તથા દીક્ષાંત સમારોહ યોજાયો હતો. આ સમારોહને શોભાવવા માટે સમારંભના અધ્યક્ષ માન.શ્રી વિપુલભાઈ ચૌધરી (પૂર્વ ગૃહમંત્રીશ્રી, ગુજરાત રાજ્ય તથા પૂર્વ ચેરમેનશ્રી, દૂધસાગર ડેરી, મહેસાણા) અને મુખ્ય મહેમાન એવા શ્રી ભરતભાઈ એસ.ચૌધરી (રૂપાલ) ના પ્રતિનિધિશ્રી નારાયણભાઈ ચૌધરી, શ્રી જેસંગભાઈ એલ.ચૌધરી (ચરાડા), શ્રી શંકરભાઈ જી.ચૌધરી (ચરાડા), શ્રી મુળજીભાઈ એમ.ચૌધરી (બાલવા – યુ.એસ.એ.) ના પ્રતિનિધિ શ્રી ચિરાગભાઈ ચૌધરી તથા શ્રી મોહનભાઈ ચૌધરી, શ્રી અરવિંદભાઈ બી.ચૌધરી(સમૌ) ના પ્રતિનિધિશ્રી ચિંતનભાઈ ચૌધરી, શ્રી સુભાષભાઈ ચૌધરી (ચરાડા), શ્રી જીવરામભાઈ એન.ચૌધરી (રાજપુર-યુ.એસ.એ.), શ્રી ખુમજીભાઈ ડી.ચૌધરી (ગુંજા-યુ.એસ.એ.) તથા કેળવણી મંડળના પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી, મંત્રીશ્રી, હોદ્દેદારશ્રીઓ અને શિક્ષણવિદ્દો વગેરે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શુભ શરૂઆત મહાનુભાવોના વરદ્દહસ્તે દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવી હતી. ત્યારબાદ શાળાની બાલિકાઓ દ્વારા પ્રાર્થના ગીત તથા સ્વાગત ગીત રજૂ કરી વિદાય લઈ રહેલા વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી વિદ્યાર્થીઓની પ્રગતિ માટે સરસ્વતી દેવીની ઉપાસના કરવામાં આવી હતી. કેળવણી મંડળના મંત્રીશ્રી ડૉ.વિઠ્ઠલભાઈ વી.ચૌધરીએ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરી પરિચય આપ્યો હતો તથા કેળવણી મંડળના હોદ્દેદારશ્રીઓ દ્વારા મહેમાનોનું બુકે અને સાલથી સ્વાગત કરવામાં આવ્યું હતું. પ્રાસંગિક પ્રવચનમાં સમારંભના અધ્યક્ષશ્રી વિપુલભાઈ ચૌધરીએ “કેળવે તે કેળવણી” તથા “શિક્ષણ એટલે શિસ્ત, ક્ષમા અને સહકાર” વિશે પ્રાસંગિક પ્રવચન આપી વિદ્યાર્થીઓ જીવનમાં ઉત્તમ પ્રગતિ કરે એવી શુભેચ્છાઓ પાઠવી હતી. મુખ્ય મહેમાનશ્રી નારાયણભાઈ ચૌધરી, કેળવણી મંડળના પ્રમુખશ્રી કે.કે.ચૌધરી, ઉપપ્રમુખશ્રી નટુભાઈ ચૌધરી, શિક્ષણ સમિતિના પ્રમુખશ્રી ડૉ.સુરેશભાઈ ચૌધરી, શાળાના આચાર્યશ્રી દિનેશભાઈ ચૌધરી અને સુપરવાઈઝરશ્રી રાજુભાઈ પરીખ વગેરેએ પોતાના પ્રાસંગિક પ્રવચનમાં વિદ્યાર્થીઓ ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રાપ્ત કરી પ્રગતિના સોપાનો સર કરે અને ઉત્કૃષ્ટ માનવ સમાજનું નિર્માણ કરે એવી શુભેચ્છાઓ પાઠવી હતી. તથા અનુપસ્થિત રહેલ મહાનુભાવોએ પણ ટેલીફોનિક શુભેચ્છા સંદેશ દ્વારા વિદ્યાર્થીઓ શિક્ષણ ક્ષેત્રે ઉત્તમ પ્રગતિ કરે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી. આ સાથે શિક્ષણ ક્ષેત્રે, રમત-ગમત ક્ષેત્રે અને અન્ય વિવિધ સહઅભ્યાસિક પ્રવૃત્તિઓમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર વિદ્યાર્થીઓને મહાનુભાવોના વરદ્દહસ્તે ગોલ્ડ મેડલ, સિલ્વર મેડલ અને અન્ય ઈનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. અંતમાં આભારવિધિ મંત્રીશ્રી જે.ડી. ચૌધરીએ કરી હતી આમ કેળવણી મંડળના માર્ગદર્શન નીચે તથા સમગ્ર સ્ટાફ મિત્રોના સહયોગથી કાર્યક્રમનું સુંદર આયોજન થયું હતું.