અખિલ ભારતીય વણકર સમાજ મહાસંગ મહીસાગર ની ટીમ દ્વારા કેબિનેટ મંત્રી પ્રદ્યુમન વાજાની શુભેચ્છા મુલાકાત

પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ,ફ્રી રિષિપ્ટ કાડૅ,નોંન ગ્રાન્ટેડ શાળા કોલેજોમાં
રિપોર્ટર અમીન કોઠારી મહીસાગર
આ અખિલ ભારતીય વણકર સમાજ મહાસંઘ મહીસાગર ની ટીમ દ્વારા સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના કેબિનેટ મંત્રી શ્રી પ્રદ્યુમ્ન વાજા સાહેબ ની ગાંધીનગર ખાતે શુભેચ્છા મુલાકાત લઈ અનુસુચિત જાતિ ના વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિ, ફ્રી આવક મર્યાદા રીસપટ કાડૅ આવક મર્યાદા રુ800000/00 કરવા માટે ખાસ રજુઆત પ્રમુખ શ્રી દિનેશભાઈ પરમાર ની આગેવાની હેઠળ કરવામાં આવી
આ પ્રસંગે સ્વપના એજ્યુકેશન ટ્રસ્ટ લીબડીયાના પ્રમુખ નિલાબેન પરમાર, ગોધરા ના નાથાભાઈ વણકર, સમાજ મહાસંઘ ના ઉપપ્રમુખ જેઠાલાલ પરમાર, પ્રેમચંદ પાદેડીયા, મંત્રી જયેશભાઇ પરમાર વિગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા તેમજ કેબિનેટ મંત્રી શ્રી પ્રદ્યુમ્ન વાજા, રમેશભાઈ કટારા, શ્રી મતિ મનિષા બેન વકિલ,દશૅનાબેન વાઘેલા નું પણ સન્માન કરી રજુઆત કરવામાં આવી




