અંકલેશ્વર મામલતદાર કચેરી ખાતે જિલ્લા પોલીસ અધિક્ષક ના અધ્યક્ષ સ્થાને ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો
અંકલેશ્વર મામલતદાર કચેરી ખાતે પોલીસ અધિક્ષકના અધ્યકક્ષસ્થાને ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો
- ***
ભરૂચ: મંગળવાર- લોકોના પડતર પ્રશ્નોના નિકાલ માટે મુખ્યમંત્રી દ્વારા સ્વાગત ઓનલાઈન કાર્યક્રમ અમલમાં મુકવામાં આવ્યો છે. જેમાં કોઈ પણ અરજદાર વ્યકિતગત પ્રશ્ન કે જેમાં કોર્ટ મેટર, નિતિવિષયક અને સર્વિસ મેટર સિવાયના કામોનો નિકાલ સંબંધિત કચેરીમાં થતો ન હોય તો તેવા કામોનો નિકાલ આ કાર્યક્રમમાં કરવામાં આવે છે.
ફરિયાદ નિવારણ કાર્યક્રમ અંકલેશ્વર ખાતે નાયબ પોલીસ અધિક્ષકના અધ્યક્ષસ્થાને યોજવામાં આવ્યો હતો. અંકલેશ્વર મામલતદાર કચેરીમાં યોજાયેલા ‘તાલુકા સ્વાગત કાર્યક્રમ’માં હાજર રહી લોકોના પ્રશ્નોને રૂબરૂ સાંભળી તમામ અરજીઓનો હકારાત્મક નિકાલ નિરાકરણ લાવ્યા હતા.
આ સ્વાગત કાર્યક્રમમાં અંકલેશ્વર મામલતદારશ્રી, અંકલેશ્વર ટીડીઓશ્રી હાજર રહ્યા હતા.
રિપોર્ટર મંગલસિંહ ચૌહાણ વાત્સલ્યમ સમાચાર અંકલેશ્વર