DAHODGUJARAT

દાહોદ તાલુકાના નાની ખરજ ખાતે પુરુષ નસબંધી પખવાડિયા અંતર્ગત જૂથ ચર્ચા યોજાઇ

તા.૨૫.૧૧.૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod: દાહોદ તાલુકાના નાની ખરજ ખાતે પુરુષ નસબંધી પખવાડિયા અંતર્ગત જૂથ ચર્ચા યોજાઇ

દાહોદ જિલ્લામાં તા. ૨૧ નવેમ્બરથી ” પુરૂષ નસબંધી પખવાડીયા” ની ઉજવણીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ ઉજવણી તા. ૪ ડિસેમ્બર સુધી ચાલશે. આ પખવાડીયાનો મુખ્ય ઉદેશ્ય પુરૂષોને કુટુંબ નિયોજનમાં ભાગીદારી વધારવા તેમજ પુરૂષ ગર્ભ નિરોધક પધ્ધતિઓ જેવી કે નસબંધી અને અન્ય પધ્ધતિનો ઉપયોગ વધારવા પ્રેરિત કરવાનો છે.

મહત્વનું છે કે, પુરૂષ નસબંધી પખવાડીયાની ઉજવણી બે તબક્કામાં કરવામાંઆવશે. જે અંતર્ગત પહેલા તબક્કામાં તા. ૨૧ થી ૨૭ નવેમ્બર સુધી ૨૦૨૪ દરમિયાન લાભાર્થીઓનું કાઉન્સેલિંગ, સર્જનની ઉપલબ્ધતા, કુટુંબ નિયોજન સેવાઓની ઉપલબ્ધતા, પ્રચાર-પ્રસાર, પુરૂષોનું પરામર્શ અને મોબીલાઈઝેશન કરવામાં આવશે. વધુમાં વધુ પુરૂષો નસબંધી કરાવે તે માટે તમામ આરોગ્યની સંસ્થાઓ દ્વારા પુરૂષ નસબંધી અંગે પ્રચાર પ્રસાર કરવામાં આવશે જ્યારે બીજા તબક્કામાં તા. ૨૮ નવેમ્બરથી તા. ૪ ડિસેમ્બર ૨૦૨૪ દરમિયાન પુરૂષ નસબંધી માટે પ્રોત્સાહિત કરેલા પુરૂષોને જિલ્લા હોસ્પિટલ, સબ જિલ્લા હોસ્પિટલ, સામૂહિક આરોગ્ય કેન્દ્રો, શહેરી તથા ગ્રામ્ય પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ખાતે પુરૂષ નસબંધી કેમ્પ યોજીને નસબંધીની સેવાઓ આપવામાં આવશે. નસબંધી કરાવનાર પુરૂષોને સરકાર તરફથી રૂ. ૨ હજાર અને પુરૂષ નસબંધી માટે સહમત કરાવનારને સરકાર તરફથી રૂ. ૩૦૦ બેંક ખાતામાં જમા કરે છે દાહોદ જિલ્લાના નગરાળા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના નાની ખરજ ખાતે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. ઉદય ટિલાવતના માર્ગદર્શન હેઠળ તથા તાલુકા આરોગ્ય અધિકારી ડૉ ભગીરથ બામણીયાની સૂચના અન્વયે ” પુરુષ નસબંધી પખવાડિયા ” અન્વયે ” આજથી પ્રારંભ કરો, પતિ-પત્ની સાથે મળીને કુટુંબ નિયોજનની વાત કરો ” થીમ હેઠળ જૂથ ચર્ચા યોજવામાં આવી હતી, જેમાં મેડિકલ ઓફિસર, સુપરવાઈરઝર, MPHW અને ફિમેલ હેલ્થ વર્કર અને ગ્રામજનો હાજર રહ્યા હતા

Back to top button
error: Content is protected !!