GUJARATHALOLPANCHMAHAL
હાલોલ:ICAR દ્વારા દેશભરમાં પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે PG અને Ph D ના અભ્યાસક્રમ તૈયાર કરવા ડૉ.સી કે.ટીંબડિયાના અધ્યક્ષતામા સાત વૈજ્ઞાનીકોની સમિતિની રચના કરાઈ

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૭.૧.૨૦૨૬
ICAR દ્વારા ગઠિત PG અને Ph D નેચરલ ફાર્મિંગ અભ્યાસક્રમ તૈયાર કરવાની સમિતિના અધ્યક્ષ તરીકે પ્રથમ બેઠક ડૉ.સી.કે.ટીંબડિયાના અધ્યક્ષપણા હેઠળ વર્ચ્યુઅલ આયોજિત કરવામાં આવી હતી.દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિઝનથી પ્રાકૃતિક કૃષિની મુહિમને ભારતવર્ષની શિક્ષણપ્રથામાં ઝડપથી દાખલ કરવા બાલવાટિકાથી માંડી Ph D સુધીના અભ્યાસક્રમને તૈયાર કરવાના ભાગ રૂપે ICAR દ્વારા ઉઠાવેલ આ કદમને ખૂબ ખૂબ અભિનંદન અને આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે.દેશભરમાંથી ૭ વૈજ્ઞાનિકોની આ સમિતિમાં આગામી સમયમાં સફળ ખેડૂતો તથા નિષ્ણાંત ઓને સામેલ કરી ઉત્તમ અભ્યાસક્રમ આત્મનિર્ભર ભારતના ભવિષ્ય માટે બને તે માટે ચર્ચાઓ કરવામાં આવી હતી અને ઝડપથી આગળ વધવાનું નક્કી કરવામાં આવ્યું હતું.






