GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી તાલુકાના કોયલી ગામે આહિર સમાજનો ૧૭મો સમૂહ લગ્નોત્સવ ભવ્ય આયોજન

MORBI:મોરબી તાલુકાના કોયલી ગામે આહિર સમાજનો ૧૭મો સમૂહ લગ્નોત્સવ ભવ્ય આયોજન

 

 

સ્વ. જશુભાઈ બારડ અને સ્વ. આયદાનભાઈ કુંભરવાડીયાને સમર્પિત સમૂહ લગ્ન સમારંભ.

મોરબી:આહિર સમાજ સમૂહ લગ્ન પરિવાર દ્વારા ૧૭મો સમૂહ લગ્ન સમારંભ તારીખ ૨૩ ફેબ્રુઆરી, ૨૦૨૫, રવિવારે મોરબી-જામનગર-રાજકોટ આયોજિત ભવ્ય રીતે યોજાશે. આ પવિત્ર પ્રસંગ સ્વ. જશુભાઈ ધાનાભાઈ બારડ અને સ્વ. આયદાનભાઈ શામળાભાઈ કુંભરવાડીયાને અર્પણ કરવામાં આવશે.

મોરબી આહિર સમાજ સમૂહ લગ્ન પરિવાર દ્વારા આયોજિત ૧૭મા સમૂહ લગ્ન સમારંભનો ભવ્ય કાર્યક્રમ આગામી ૨૩ ફેબ્રુઆરી, ૨૦૨૫, રવિવારે મોરબી-જામનગર-રાજકોટ આયોજિત યોજાવાનો છે. આ પ્રસંગે સંસદીય પ્રણાલીના પ્રખર અભ્યાસુ, સ્પષ્ટ વકતા, શિસ્તના આગ્રહી, કન્યા-કુમાર કેળવણીના હિમાયતી સોરઠના સિંહ સ્વ.જશુભાઈ ધાનાભાઈ બારડ તથા આમરણ ચોવીશીના ગામોમાં ભૂતકાળમાં રાજકીય જાગૃતિ લાવનાર, સમાજમાં કુરિવાજોને તિલાંજલી આપીને પરિવારના દીકરા-દીકરીને અભ્યાસ માટે મક્કમ નિર્ધાર સાથે આગળ રહેનાર શુભ નિષ્ઠા, ખંત, વફાદારીના પ્રતિક, નખશિખ ગાંધીવાદી વિચારસરણી ધરાવતા અને સેવાના ભેખધારી સ્વ.આયદાનભાઈ શામળાભાઈ કુંભરવાડીયાના ચરણોમાં કોટી-કોટી વંદન સહ ૧૭માં સમૂહ લગ્ન અર્પણ તરીકે સમર્પિત કરવામાં આવશે, તેમ યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Back to top button
error: Content is protected !!