પ્રભારી સચિવ રાજેશ માંઝુના અધ્યક્ષસ્થાને ગોધરા ખાતે જિલ્લામાં આવેલ રોડ રસ્તા,પુલો અને ઈમારતોની સ્થિતિની સમિક્ષા અર્થે બેઠક યોજાઈ
પંચમહાલ જિલ્લામાં માર્ગો, પુલો અને ઇમારતોના સમારકામ તથા જાળવણી પર ભાર

પંચમહાલ ગોધરા
નિલેશભાઈ દરજી શહેરા
પંચમહાલ જિલ્લાના પ્રભારી સચિવ 
આ બેઠકમાં જિલ્લામાં માર્ગો, પુલો, શાળાઓ, કોલેજો અને અન્ય જાહેર ઉપયોગી ઇમારતોના દુરસ્તીકરણની જરૂરી માહિતી મેળવી, વર્તમાન સ્થિતિનો સંબંધિત અધિકારીઓ પાસેથી તાગ મેળવ્યો હતો.
બેઠકમાં માર્ગ અને મકાન વિભાગ (પંચાયત અને રાજ્ય), તેમજ અન્ય તમામ વિભાગોના અધિકારીઓને જિલ્લાની તમામ શાળાઓ, કોલેજો, આંગણવાડીઓ, રોડ- રસ્તાઓ, નેશનલ હાઈવે અને બ્રિજ/પુલો તેમજ અન્ય તમામ જાહેર ઉપયોગી ઇમારતોનું નિરીક્ષણ કરીને તેમની હાલની પરિસ્થિતિનો સર્વે કરવા તેમજ મરામત અને નિરીક્ષણની કામગીરીમાં કોઈપણ પ્રકારની ભૂલનો અવકાશ ન રહે તે સુનિશ્ચિત કરવા તમામ અધિકારીઓને જણાવાયું હતું.
બેઠકમાં પ્રભારી સચિવશ્રીએ તમામ વિભાગોને એકબીજા સાથે સંકલન સાધીને તાકીદે કામગીરી પૂર્ણ કરવા સૂચનો આપ્યા હતા. તેમણે માર્ગો અને બ્રિજનું નિયમિત નિરીક્ષણ અને જરૂરી કાર્યવાહી કરવા સહિતની બાબતો અંગે પણ માર્ગદર્શન આપ્યું હતું.
આ બેઠકમાં જિલ્લા કલેક્ટરશ્રી અજય દહિયા, ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.એમ.દેસાઈ, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી હિમાંશુ સોલંકી, નિવાસી અધિક કલેક્ટરશ્રી જે.જે.પટેલ, પ્રોબેશનર આઇએએસ કુ. અંજલી ઠાકુર, ગોધરા પ્રાંત અધિકારીશ્રી નિરીલ મોદી, માર્ગ અને મકાન વિભાગના સંબંધિત અધિકારીઓ સહિત અન્ય તમામ વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.




